________________
કવિ
માયા
નવભારતના ભાગ્યવિધાતા : પછી ઘણા ખેલ ખેલાયા, આખરે ત્યાં પ્રજામંડળનું રાજ્ય આવ્યું. વડોદરા મુંબઈ રાજ્યમાં જોડાયું, અને જોડાયા બાદ પણ મહારાજાએ એ ગેરકાયદેસર છે, એમ દાવો કર્યા કર્યો. પણ એ વિગતોમાં હવે પડવા જેવું નથી. વડોદરાના દાખલાથી બીજાં સળવળવા માંડેલાં રાજ્યો પણ પાછાં હેઠાં બેઠાં. નહીં તો એક ભારે રમખાણ... : રાજવીઓની ક્રાંતિ. : ક્રાંતિ તો નહીં જ, કારણ પ્રજા તો ભારતના પ્રજાતંત્રની તરફેણમાં
જ હતી. એટલે એક રમખાણ યા છમકલું થઈ જાત. અને તરત રજપૂતાનામાં વિલીનીકરણની પ્રવૃત્તિ ચાલી. રજપૂતાના તે રાજસ્થાન કહેવાયું. એમાં ઉદેપુરના મહારાણાએ પણ સંમતિ
આપી. એટલે મામલો સહેજે પતી ગયો. : પણ જૂનાગઢની વાત તો તમે ઉડાવી દીધી. : તું મારા કરતાં વધારે જાણે છે. એક બાજુ ભારતમાં પ્રજાસત્તાક રાજ્ય ચાલે, ત્યારે જૂનાગઢના નવાબ સાહેબ પોતે કેવું રાજ્ય કરવું છે તે નક્કી કરે. એમણે હિન્દી સંઘમાં ભળવું કે પાકિસ્તાન સંઘમાં ભળવું તે પણ એ નક્કી કરે ! એ કેવો ન્યાય ! અને નક્કી કરવામાં ઢીલ. : કહે છે એમણે પ્રજાજનોને બોલાવી પૂછ્યું હતું. : હા, સાત લાખની વસ્તીમાંથી સિત્તેર પોતાના જાણીતા જેઓ જેમ કહે તેમ કરે એવા. એમાં એક જણે ઊભા થઈ જાહેર કર્યું કે જૂનાગઢ શો રસ્તો લેવો ? તો કહે કે જે કંઈ નવાબ સાહેબ નક્કી કરે તે. બસ, સભા બરખાસ્ત. અને સરદાર સાહેબ ત્યાં ગયા ત્યારે અને પ્રજાની મહાસભા લાખોની મેદનીમાં પૂછવું કે તમારે હિન્દીમાં ભળવું છે કે પાકિસ્તાનમાં ? હજાર હાથ ઊંચા
થોડા વિલિનીકરણના કિસ્સાઓ
૧૯૯ થયા, અને લાખોનો એક જ અવાજ સંભળાયો કે હિન્દમાં એ
પ્રજાની મરજી . માયા : પણ નવાબ સાહેબ પોતે નિર્ણયો લેતા જ ક્યાં હતા ?
: સાચી સલાહ આપનાર વઝીરને રુખસદ આપી, અને કરાંચીથી
ખાસ દીવાનને તેડું કર્યું. ઉપરાંત જુઠ્ઠાણાંનો પાર નહીં, કશાનો સીધો જવાબ નહીં. કોઈની સાથે મસલત નહીં. ઉપરાંત પોતાના બે ભાયાત કહેવાતાં રાજ્યો માણાવદર અને માંગરોલ, હિન્દી સંઘમાં ભળેલાં. તેમના ઉપર દબાણ લાવી ના પડાવી. બ્રિટિશ
હકૂમત નાબૂદ થતાં તેઓ તો હવે સ્વતંત્ર હતા. માયા : એ જ તો રાજરમત છે.
: તારી લાલચ રમત છે; અને એ રમત પણ કેવી ? : કેવી ? : અત્યંત મેલી, ગંદી, પ્રપંચ, જુઠ્ઠાણાં, અવળાનું ચતું, ચત્તાનું ઊંધું ચાલ્યા જ કરે. એવું કેટલા દિવસ નર્ભ ! અબી બોલે, અબી ફોક. લૉર્ડ માઉન્ટબેટને સમજાવ્યા. બીજા બ્રિટિશ બંધારણ જાણનાર વકીલ લોર્ડ ઇઝમેને સમજાવ્યા, છતાં ખાનગીમાં જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાઈ ગયાનો દાવો કર્યો. પહેલાં ખાનગી રાખ્યો. : પછી તો બધાને જાણ થઈ. : અને બાબરિયાવાડ પ્રદેશમાં ફોજ મોકલી. : પણ તે કેટલી ટકે ! : તે પહેલાં તો જૂનાગઢની પ્રજાએ લશ્કરી ટુકડી ઊભી કરી કવાયત લઈ આરઝી હકૂમત સ્થાપી શહેરનો કબજો લઈ લીધો હતો. એના નેતા શામળદાસ ગાંધી હતા. અને માયા...
માયા કવિ
માયા
માયા
કવિ