SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ તું છે તાણહા ! વિજાપુરમાં કણબી કુટુંબમાં જન્મેલા બેચરદાસને બાળપણથી જ સરસ્વતી સાધનાની તત્પરતા હતી. એમના સહાધ્યાયી ડાહ્યાભાઈ પાસેથી મળેલા સરસ્વતીમંત્રની તેઓ વિધિપૂર્વક આરાધના કરતા હતા. આ સમયે એમને કવિતા રચવાનો વિચાર થયો અને એમના સહાધ્યાયી મિત્ર વત્સરાજ જીજી નામના બારોટ પાસેથી કવિતાનો રંગ લાગ્યો અને એમણે કાવ્યરચનાના શ્રીગણેશ કર્યા. આ છે બાળક બેચરદાસે લખેલી સર્વપ્રથમ કવિતા, જે ગંગોત્રી પરથી જીવનપર્યંત કાવ્યગંગા વહેતી રહી. એમના આ સર્વપ્રથમ કાવ્યમાં એ ઈશ્વરસ્તુતિ કરતાં કહે છે, ઓ ઈશ્વર માબાપ તું, તું છે તારણહાર; સારો કર મુજને પ્રભુ ! લે મારી સંભાળ. સારી વિદ્યા આપ તું, દુર્ગુણ દોષો ટાળ, કૃપા કરી મુજને પ્રભુ ! ગણજે તારો બાળ. જગતમાં મોટો તું ધણી, તું મોટો રખવાળ, સત્ય માર્ગમાં દોરજે, કરજે મુજ પર હાલ, મારા સહુ અપરાધને, કરજે પ્રેમ માફ, ભૂલચૂક સુધારીને, મનને ક૨ જ સાફ , અલ્પબુદ્ધિ છે હારી, આપો મુજને જ્ઞાન, નમન કરું વદ્ સદા, આપો મુજને સાન. સૌજન્ય શ્રી સીમંધરસ્વામી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ - (શ્રી અંકુર જૈન સંઘ) I : પ્રેરણા : પૂજ્ય માધ્યીશ્રી સંવેnકલાશ્રીજીના શિષ્યા સાધ્વીશ્રી મુક્તિરત્નાશ્રીજી અને સાધ્વીશ્રી મોક્ષરત્નાશ્રીજી 2 1 -
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy