SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં ઝટ મેઘ વર્ષાવો ! યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીમાં અપાર અનુકંપાભાવ હતો. જીવોની વેદના જોઈને એમના આત્માને અતિ વેદના થતી હતી. જીવમાત્ર પ્રત્યે કરુણાભાવ ધરાવતા આચાર્યશ્રીએ કારમાં દુષ્કાળથી તપ્ત માનવજીવન અને પશુ જીવન માટે વિ.સં. ૧૯૭૧ના ભાદરવા વદી એકમના દિવસે પ્રભુને પ્રાર્થના કરતા કાવ્યની રચના કરી અને થોડા સમયે દુષ્કાળ નિવારક વર્ષા થઈ, જેની યોગનિષ્ઠ આચાર્યશ્રીએ સ્વયં નોંધ કરી છે એ કાવ્ય આ પ્રમાણે છે. વિનંતી સર્વ દેવોને જી ગરથી ધર્મ ઘતાર્થે કરું તે ધ્યાનમાં લઈને, અહીં ઝટ મેઘ વર્ષાવો...૧ તપસ્વીઓ તપ તપતા, તપો મહિમાબળે વેગે અહો શાસનસુરોપ્રેમ, અહીં ઝટ મેઘ વર્ષાવો..૨ જગતમાં ધર્મજીવોના, ખરા પુણ્ય દયા લાવી પ્રજુસણ પર્વમાં યત્ન, અહીં ઝટ મેઘ વર્ષાવો...૩ એ પછી યોગનિષ્ઠ આચાર્યશ્રી પર્વાધિરાજ પર્યુષણમાં વર્ષા વરસાવવાની વિનંતી કરતાં કહે છે, તમારી લાજને માટે, પ્રભાવકતા ધરી મનમાં ગમે તે યુક્તિશક્તિથી અહીં ઝટ મેઘ વર્ષાવો...૧૦ હવે તો હદ વળી સમજી, લગાડો વાર ના કિંચિત સુકાળ જ શાંતિના માટે, અહીં ઝટ મેઘ વર્ષાવો..૧૧ કર્યું આ કાવ્ય પરમાર્થે, પરાના વેગથી ભાવે અહો એ સત્ય કરવાને, અહીં ઝટ મેઘ વર્ષાવો...૧૨ ખરું આવશ્યક કાર્ય જ, નિહાળી કાવ્ય કીધું આ બુદ્ધચબ્ધિ ધર્મ લાભાર્થે, અહીં ઝટ મેઘ વર્ષાવો..૧૩ ૩ૐ શાંતિ શાંતિ શાંતિ - સૌજન્ય * શ્રી આંબાવાડી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ - શ્રાવિકા સંઘની બહેનો તરફથી : પ્રેરણા : પૂજ્ય માધ્યીશ્રી સંવેગકલાશ્રીજીના શિષ્યા સાધ્વીઝી મુક્તિરત્નાશ્રીજી અને સાધ્વીગ્રી મોક્ષરત્નાશ્રીજી
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy