SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વસતા નથી. કેટલાકોની મુલાકાત થઈ છે. રાજપુતાનાના બાવન રાજાઓના અત્રે બંગલા છે. આબુજીના રેસિડેન્ટ સાહેબ રહે છે. શેઠ લાલભાઈ દલપતભાઈએ લૉર્ડ કર્ઝન જ્યારે આબુજી પર આવ્યા તે વખતે અત્રેના દેરાસરોની રક્ષા માટે અને જૈનોની માલિકી માટે લૉર્ડ કર્ઝનને સારી રીતે જવાબ આપ્યો હતો. અચલગઢનાં દેરાસરો ૨મણીય છે. ચૈત્ર વૈશાખ અને જેઠ માસમાં રાજાઓ યુરોપિયનો અને ગૃહસ્થોની અત્રે પુષ્કળ વસ્તી થાય છે. ખરેડીની દક્ષિણ દિશાએ ત્રણ ગાઉ પર ચંપાવતી નગરી હતી. તેમાં જૈનમંદિરોનાં ખંડિયેરો અને ભોંયરાં છે. જૈનમંદિરો ત્રણસો હતાં હાલમાં તેમાં ખોદકામ કરવામાં આવેલાં ભોંયરાં વગેરેમાંથી પ્રતિમાઓ નીકળી શકે એવી સંભવ છે. ખરેડીથી પાસે પશ્ચિમ દિશાએ અમરાવતીનગરી મોટી હતી. બાદશાહોના વખતમાં ચંદ્રાવતી અને અમરાવતી ભાંગી. આબુ પર પરમાર રાજાઓનું રાજ્ય હતું. જૈન ઇતિહાસના જોયા અવશેષ સંવત ૧૯૭૧ના મહા સુદ ૩, સોમવાર, તા. ૧૮-૧-૧૯૧૫ ખેડબ્રહ્મામાં પ્રવેશ કરીને શ્રી મહાવીર પ્રભુનાં દર્શન કર્યાં. ચૈત્યવંદન કર્યું. શ્રી મહાવીરપ્રભુની પ્રતિમા બહુ સુંદર અલૌકિક છે. પ્રતિમાની પલાંઠી પર લેખ જણાતો નથી. લોકો જણાવે છે કે પ્રતિમા ચોથા આરાની છે. પ્રતિમાનું સ્વરૂપ જોતાં પ્રતિમા ચોથા આરાની હોય એમ લાગે છે. ખેડબ્રહ્મામાં આવું અલૌકિક પ્રાચીન મંદિર દેખતાં એમ જણાય છે કે ખેડબ્રહ્મા પ્રાચીન શહેર છે. આ દેરાસર પૂર્વે અત્રે અન્ય મંદિરો હોવાં જોઈએ એમ અનુમાન થાય છે. શ્રી મહાવીર પ્રભુજીના મંદિરથી બીજી ત૨ફ જતાં એક પોશાલ આવે છે તેમાં ઘરદેરાસર જેવું મંદિર છે. તેમાં પ્રાચીન ભવ્ય જિનપ્રતિમા છે તે પ્રતિમા કોઈ જીર્ણ પ્રાચીન મંદિર નષ્ટ થયેલું તેમાંથી અત્રે લાવવામાં આવી છે એમ વૃદ્ધ પુરુષોની કિંવદંતીથી જણાય છે અને લાગે છે પણ અત્રે ખેડબ્રહ્મામાં ત્રણ-ચાર વર્ષ પર પ્રાચીન જિનમૂર્તિઓ નીકળી હતી તેઓને લિંગ નહોતું. ઈડરના દિગંબરીઓ પોતાની છે એમ માની લઈ ગયા છે. હજી ખેડબ્રહ્મામાં પ્રાચીન જિનમૂર્તિઓ દટાયેલી હોય તેમ લાગે છે. ખેડબ્રહ્મામાં એક બ્રહ્માનું મોટું પ્રાચીન મંદિર છે. મુસલમાન બાદશાહોના વખતમાં તેનો ઉપ૨નો ભાગ કંઈ તેજીયો હોય તેવું લાગે છે. બ્રહ્માજીના મંદિર પાસે એક મોટી વાવ છે તેમાંથી લોકો પાણી ભરે છે.બ્રહ્માની ખેડની અગ્નિખૂણામાં એક ભૃગુ ઋષિનો આશ્રમ છે તેમાં એક બાવો રહે છે. ભૃગુઋષિના આશ્રમમાં મહાદેવનું દેરું છે તેમાં એક હાથની લાંબી પહોળી જૂની ઈંટો છે ત્યાં તપાસ કરીને અમે નિર્ણય કર્યો છે. ખેડબ્રહ્માની પાસે વહેનાર નદીને હરિણગંગા એવા નામથી બ્રાહ્મણો બોલાવે છે. બ્રહ્માજીએ અત્ર યજ્ઞ કર્યો છે એમ બ્રાહ્મણો કહે છે. ખેડબ્રહ્માની ઉત્તરે એક અંબાજીનું દેવળ છે તે જૂનું હતું પશ્ચાત્ ત્યાં નવું “અધિકારી જુલ્મીઓ સામે, ઊભા રહેવું કરીને સંપ, અન્યાયીનો પક્ષ ન કરવો, અન્યાયે નહીં અંતે જંપ.” 55
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy