SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ આ દેશમાં સાધુઓને શાંતિ રહે એવું છે અને ધ્યાન કરવા યોગ્ય સ્થાનો પણ આ દેશમાં ઘણાં છે. મુંડટી પાસે એક જૈન મંદિર વગડામાં હાલ છે તેની યાત્રા કરવા જેવી છે અને તેની આશાતના ટાળવાની જરૂર દરેક જૈનોએ સ્વીકારવી જોઈએ. આ દેશમાં જૈનો ચડતીના શિખરે હશે અને તેઓ પૂર્ણ જાહોજલાલી ભોગવતા હશે. તેમનાં કાર્યોથી માલૂમ પડે છે. આબુ-દેલવાડાનું તીર્થદર્શન સંવત ૧૯૭૧ના મહા વદ ૧૪, શનિવાર, તા. ૧૩-૨-૧૯૧૫ મહા વદિ દશમના રોજ ખરેડિયાથી આબુ પર દેલવાડા જવા સવારમાં આઠ વાગે વિહાર કર્યો. બુદ્ધિસાગર-કીર્તિસાગર, જયસાગર વગેરે સાધુઓ સાથે હતા. સડકના માર્ગે ચાલતા કોઈ જાતની અગવડતા નડી નહીં. નવ ગાઉ પર આવ્યા એટલે પાલણપુરની શ્રાવિકાએ બંધાવેલી અને હાલ રોહીડાના પંચોની સંભાળ નીચે રહેલી ધર્મશાળામાં બે કલાકનો મુકામ કર્યો. ભાતું પાણી વાપરી અઢી વાગે પાછો દેલવાડા જવા વિહાર કર્યો. ચાર વાગ્યાના આશરે દેલવાડાની ધર્મશાળામાં પ્રવેશ કરી મુકામ કર્યો. વિમલશાહ અને વસ્તુપાળનાં બંધાવેલાં જિનમંદિરો દેખ્યાં. વસ્તુપાલ અને વિમલશાહના દેરાસરમાં અદ્દભુત કોરણી દેખવામાં આવી. ચાર ખંડમાં આવી કોરણી કોઈ ઠેકાણે નથી. કુંભારીયાનાં એ દેરાસરોમાં ઘુમ્મટમાં કરણી છે. અલ્લાઉદ્દીન વગેરે બાદશાહોના વખતમાં આબુજીનાં દેરાસરોની કોરણીને મુસલમાન તરફથી નુકસાન પહોંચ્યું છે. યતિ ઋદ્ધિસાગર આબુના દેરાસરોની ચાળીસ પચાસ વર્ષ પૂર્વે સારી સેવા બજાવી હતી અને ગોરા યુરોપિયન લોકો તરફથી થતી આશાતના વારવામાં આવી હતી. ચામડાનાં જૂતાં પહેરીને યુરોપિયનો જિનમંદિરમાં દાખલ થતા હતા. તેના સામે જૈનોની લાગણી દુખાતી હતી તેથી ભલા લૉર્ડ હાર્ડીંગે યુરોપિયનોને વસ્ત્રનાં મોજાં પહેરીને દેરાસરમાં જવાનો કાયદો કરી જૈનોની લાગણીને સંતોષી છે. જૈન દેરાસરોના મોટા લેખો દેખ્યા તેઓની નકલો ગૌરીશંકર ઓઝાએ કરી લીધી છે. જૈનોનાં સર્વ તીર્થોના લેખોની નકલો કરીને એક જૈનતીર્થ લેખ નામનું પુસ્તક રચવાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે. દેલવાડા પૂર્વે પ્રાચીન નગર હોવું જોઈએ. પહેલાં આર્યો પર્વત પર ગઢ બાંધીને રહેતા હતા. ચૌહાણ વગેરે ક્ષત્રિયોની ઉત્પત્તિમાં આબુ મુખ્ય સ્થાન ભોગવે છે. ગુરુશિખર નામનું શિખર ૫૫૦૦ ફૂટ ઊંચું છે. ખેરડીથી દેલવાડા ૩૩૦૦ ફૂટ ઊંચું છે. આબુ પર્વતનાં ઘણાં શિખરો છે અનેક જાતની વનસ્પતિ અહી આબુજી પ૨ થાય છે. અઢાર હજાર વનસ્પતિ આબુ પર્વત પર થાય છે એમ લોકોની કિંવદંતી શ્રવણ ગોચર થાય છે. ઘણી જાતની વનસ્પતિઓને અમોએ દેખી. આબુમાં હાલમાં યોગસમાધિમાં યોગીઓ આતમ અકલ કલા હારી, હારી અલખ અતિ ન્યારી, નહિ તું માયા-નહિ તું કાયા, નહિં તું પવન ને પાણી રે નહિ તું પૃથ્વી, નહિ તું અગ્નિ, નહિ આકાર નિશાની.”
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy