SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ બંધાવવામાં આવ્યું છે. લોકો કહે છે કે આ શહેર ઠેઠ પોળો સુધી નદીના બે કાંઠે હતું તેમાં બ્રાહ્મણોનાં પચીસ હજાર ઘર હતાં અને હુંબડ વાણિયાનાં અઢાર હજાર ઘર હતાં. હુંબડ વાણિયો જૈન શ્વેતાંબર ધર્મ પાળતા હતા અને કેટલાક દિગંબર મતના હતા એમ સંભળાય છે. ખેડવાડ બ્રાહ્મણ અને ખેડવાલ વાણિયા જે હાલ પ્રસિદ્ધ છે તે અસલ ખેડબ્રહ્માના રહીશો હોવા જોઈએ. ખેટકપુરને ખેડ કહેવામાં આવે શ્રી પાદલિપ્તાચાર્યશ્રી ખેટકપુરમાં પધાર્યા હતા તે ખેડ આ હોવી જોઈએ. ખેડમાં હુંબડ જૈનોની ધાતુની ભરાવેલી જૈન પ્રતિમાઓ પોશાલના મંદિરમાં દેખી છે તેથી એમ લાગે છે કે તેઓ જૈન શ્વેતાંબરીય હુંબડ વાણિયા હોવા જોઈએ. હાલ આ ગામમાં જૈન શ્વેતાંબર પોરવાડ વાણિયાનાં પંદર ઘર છે અને હુંબડ વાણિયાઓનું એક પણ ઘર નથી. અહીંથી નાસેલા હુંબડ વાણિયાઓ દક્ષિણ ૨નેલાપુર વગેરેમાં વસે છે તેથી એમ અનુમાન કરવામાં આવે છે કે પૂર્વે તેમના પર કોઈ રાજ્યનો ગુસ્સો થયો હોય વા કેઈ અન્ય કારણ હોય બ્રાહ્મણોનાં એકસો ઘર છે. જોરાવરસિંહનો બંધાવેલો એક બંગલો છે. હિંદુઓનાં પ્રાચીન નાનાં મંદિરો છે. ઈડરના રાજાના તાબે આ ગામ છે. એક હાથની લાંબી પહોળી અને પાંચ આંગળની જાડી ઈંટો દેખાવામાં આવી. ખેડમાં જૈન રાજા થયેલા હોવા જોઈએ. દેરોલના પ્રાચીન જિનાલયના દર્શને ! સંવત ૧૯૭૧ના મહા સુદ ૪, મંગળવાર, તા. ૧૯-૧-૧૯૧૫ આજરોજ ખેડબ્રહ્માથી દેરોલનાં પ્રાચીન જૈન મંદિરનાં દર્શન કરવા વડાલીના શંભુભાઈ માધવજી રેવાજી વગેરે પાંચ છ શ્રાવકો ભાઈશંકર શાસ્ત્રી તથા બુદ્ધિસાગર, કીર્તિસાગર, જયસાગર, ઉદયસાગર સહ ગમન કર્યું. ખેડબ્રહ્માથી પૂર્વ દિશાએ દેરોલનો માર્ગ આવે છે. ચાલતાં માર્ગમાં અંકોલ વૃક્ષો ઘણાં દેખવામાં આવ્યાં. અંકોલના તેલથી અનેક તાંત્રિક ખેલો કરી બતાવવામાં આવે છે તે અંકોલનાં વૃક્ષો અત્રે સ્વયંમેવ ઊગેલાં દેખાય છે. આંબા, રાયણ, મહુડા, નિર્ગુડી, ખાખરો વગેરે અનેક વૃક્ષો દેખ્યાં. ખેડબ્રહ્માથી સાડા ત્રણ ગાઉના આશરે ગમન કરતાં દેરોલ ગામ આવ્યું. દેરોલની પશ્ચિમે મહાદેવનું દેરું તથા એક છત્રી છે. દેરોલ ગામમાં પ્રવેશ કરી એક ફુંબડ જૈનના ઘેર પાત્રાં વગેરે મૂકી પાસે રહેલું જૈન શ્વેતાંબર મંદિર દેખ્યું અને જિનપ્રતિમાઓનાં દર્શન કર્યાં. દેરાસરમાં મૂલનાયકની પ્રતિમાને સં. પન્ન૨સોની સાલમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. મૂલનાયકની પ્રતિમા પાસે બીજી બે ધાતુની પ્રતિમાઓ છે તેને જૈન શ્વેતામ્બર હુંબડ શ્રાવકે ભરાવેલી હોય એમ લાગે છે. હુંબડ શ્રાવકો શ્વેતાંબર અને દિગંબર એમ બે ભેદવાળા હતા એમ જૈન પ્રતિમાઓ ઉપરના લેખો પરથી લાગે છે. દેરોલનું જૈન દેરાસર પ્રાચીન હોય એમ લાગે છે. પંદરની સાલમાં પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવેલી હોય તેમ લાગે છે. ગૃહસ્થ જૈનોએ આવું દેરાસર બંધાવેલું હોવું જોઈએ. “અબળાઓ પર જુલ્મ કરો નહિ, સંતાપો નહીં અબળા જાત, અબળાઓને દુઃખો દેતાં, દેશ કોમ પડતી સાક્ષાત્.” 56
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy