________________
મનને સચ્ચાઈપૂર્વક વહેવા દેવાયું છે.
સહજતા, સરળતા અને સાધના- આ ત્રિપ્રવાહો એક સાથે જ વહે છે. અપ્રમત્તભાવે આત્માનુભવને જે છે એ સ્વરૂપે વ્યક્ત કરવાનું કામ કપરું છે. ભલ-ભલા ‘શ્રેષ્ઠત્વ' પામેલા સર્જકો પણ જ્યારે પોતાની ડાયરીમાં ‘સ્વ’ અને ‘બાહ્ય'ની ઘટનાઓને આલેખવા બેસે છે ત્યારે ‘સ્વ-હાનિ' થાય તેવા પ્રસંગોને મરોડી-મચકોડી નાખે છે. જેમાં ક્યાંય સત્ય શોધ્યું જડતું નથી. ‘સ્વ-પ્રશંસામાં પડી જતો સર્જક શબ્દોના જંગલમાં ‘સચ્ચાઈને ખોઈ નાખે છે.
પણ મને કહેવા દો કે આ યોગનિષ્ઠ આચાર્યશ્રીની અપ્રગટ ડાયરીમાં જે ઉજાગર થયું છે, તે અણમોલ અને આત્મપ્રતીતિકર છે. આમ તો પૂજ્યશ્રીએ સમયના લાંબા પ્રવાહના લંબાણકાળની રોજનીશીઓ લખી છે, પણ એ સર્વ સુપ્રાપ્ય નથી. માત્ર એક જ વર્ષની રોજનીશી પ્રાપ્ત કર્યાનો આનંદ આપણે લઈ શકીએ એમ છીએ.
છતાં આટલી રોજનીશી પણ પૂજ્યશ્રીની ભવ્ય અને અદ્ભુત આંતર્સમૃદ્ધિનો સાક્ષાત્કાર કરાવી જાય છે. આંતરૂપથ પર આગળ વધવાનું કામ અઘરું હોવા છતાં પૂજ્યશ્રીએ આત્મમાર્ગ અને અધ્યાત્મપથ પર જ્ઞાનડગલાં માંડ્યાં છે. વિહાર, વ્યાખ્યાન અને સાધનાની ભરમાર વચ્ચે ય આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીએ શબ્દ સાથોના અંતરંગ સંબંધને અખંડ અતૂટ રાખ્યો છે. એમના શબ્દોમાં, એમની ગઝલોમાં એમનું આત્મચૈતન્ય ધોધમારપણે પ્રગટતું-પમરતું-વરસતું વહેતું જોવા મુળે છે.
સીધી વાત, અને સાચી વાત.
ભીતરમાં ભાવ ઘૂંટાયા, ભાષા ચૂંટાય, શબ્દઘૂંટાય અને પછી આત્મસાધકની કલમ કલરવતી કલરવતી વ્યક્ત થાય. ક્યારેક તેઓ ‘સ્વ’ને પરમ'માં તબદીલ કરવાનો ભાવ અનુભવે છે. ને એટલે તો અપ્રગટ ડાયરીના એક પૃષ્ઠ પર તેઓ કહે છે, ‘ઉત્તમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર દ્વારા “સ્વ”માં પરમાત્મત્વ અનુભવાઓ.’
“આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું સાહિત્ય એટલે ? એને હિંદુ પણ વાંચી શકે, જૈન પણ વાંચી શકે અને મુસ્લિમ પણ વાંચી શકે. સૌને સરખું ઉપયોગી થઈ શકે તેવું
એ કાવ્યસાહિત્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીને આપણા ભક્ત અને જ્ઞાની કવિઓની હારમાં મૂકી દે એવું છે.”
રમણલાલ વ. દેસાઈ