________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
સરાગ ધર્મમાં રહેલા (છઠ્ઠા સાતમા ગુણસ્થાનવાળા) સાધુઓમાં કેઈ કષાય રહિત છે એમ કહેવાને કે શક્ય છે! ઉત્તર-હા કષાય હાય પણ ઉદયમાં આવતાં દાબી દે, તે તે પણ વીતરાગ જે છે, (જે ગમ ખાય તેને નવા કર્મ ન બંધાય) તે કેવું હોય છે તે કહે છે કષાયરૂપ બંધનથી મુક્ત તે બંધનથી ઉન્મુક્ત (દર) છે, કારણ કે બંધન તે કષાયે હોય તે કર્મની સ્થિતિ (કાળ) વધે છે, તેમજ કહ્યું –
બંધ સ્થિતિ કષાયને વશ છે.” વંદિ વાવણી અથવા બંધન ઉત્સુક્તની પેઠે તે બંધન રહિત છે, તથા બીજે સર્વ પ્રકારે સૂમ બાદરરૂપ કષાય બંધન છેદવાથી છિન્ન બંધન થાય છે, તેને બંધ ન બાંધે તથા પાપોની પ્રેરણા કરીને તેનાં મૂળ આશ્રવ (આશા તૃષ્ણા) ને દૂર કરીને (લાગેલા કાંટાની અણી જેવું રહેલું) શલ્ય માફક બાકી રહેલાં કર્મો જડમૂળથી ઉખેડી કાઢે છે. બીજી પ્રતમાં
અવળો પાઠ છે તેને અર્થ આ છે કે શલ્ય માફક આઠ પ્રકારનાં કર્મો જે આત્માની સાથે (અનાદિ કાળથી લાગેલાં છે તે છેદે છે અર્થાત્ આઠકમ છેદી મેક્ષમાં જાય છે) હવે જેના આધારે શલ્ય છેદે છે તે દેખાડે છે. नेयाउयं सुयक्खायं उवादाय समीहए। भुजो भुजो दुहावासं असुहत्तं तहा तहा सू.॥११॥