________________
આઠમું વીર્ય અયયન.
લેવાથી માણસને કઈ સંતોષ થતું નથી, પણ પ્રેરણા કરીને કહે છે કે તેથી અધિક એવી વૈરીઓને પીડા કર, અને દુમિનેની જાતને અશેષ (સંપૂર્ણ ઉખેડી નાંખ, (કે ફરી કેઈ સામું ન થાય) આવાં વચને સાંભળીને કષાય વશ થયેલા છે એવું કરે છે કે (મરતી વખતે) દીકરા પૌત્રોને પણ કરાવે છે કે હું મરું છું પણ તું બદલો લેજે એમ વૈર પરંપરા બાંધે છે, આ પ્રમાણે સકમ (પાપી) બાળ જીવોનું વીર્ય (બહાદુરી) અને (ચ અવ્યયથી) પ્રમાદવશ થયેલા ઉન્મત જીવોનું અધમ કૃત્ય બતાવ્યું, હવે પછી અકર્મી પંડિત જીવોનું વીર્ય હું કહું છું તે તમે સાંભળે. दविए बंधणुमुक्के सव्व ओछिन्न बंधणे । पणोल्ल पावकं कम्मं सल्लं कंतति अंतसो।सू.१०।
જેવી પ્રતિજ્ઞા કરી તેવું કહે છે –
દ્રવ્ય તે ભવ્ય મુક્તિ જવા ગ્ય જીવ (કેશમાં દ્રવ્ય તે ભવ્ય કહ્યો છે.) અથવા રાગદ્વેષથી વિરહિત અર્થાત દવ્યભૂત (કમળ હૃદયને) અકષાયી અથવા વીતરાગ માફક અપ કષાયી (જેને ખેદ રસ ઘણીવાર મનમાં ન રહે તે જાણ, તેજ કહ્યું છે–
किं सक्का वोत्तुं जे सरागधम्ममि कोइ अकसायी। सिंते वि जो कसाए निगिण्हइ सो वि तत्तुल्लो ॥२॥