________________
આઠમુ વીય અધ્યયન.
[૧૯
તેમાં પ્રમાદથી મૂઢ થયેલા (ઇંદ્રિયાના લાલૂપી) સકમી પાપી જીવાના ખાળવોય' (અધમ કૃત્ય)ને ખતાવે છે, શ તલવાર વિગેરે અથવા શાસ્ત્ર તે ધનુર્વેદ કે આયુર્વેદ વિગેરે જીવહિંસા કરનારાં શાસ્ત્રો છે, તેને શરીર સુખાકારી મેળવવા (લપુથવા) કેટલાક ઉદ્યમ કરીને શીખે છે, તેમનુ શીખેલું પછીથી જીવાના ઘાતને માટે થાય છે, તેમાં આવું શીખવે છે કે જીવાને આવી રીતે આલીઢ પ્રત્યાલીઢ થઇને મારવા સ્થાન કરવું, લડાઈમાં તાકીને મારવા માટે કહે છે કે मुट्ठिनाऽच्छादयेल्लक्ष्यं मुष्टौ दृष्टिं निवेशयेत् । हतं लक्ष्यं विजानीयाद्यदि मूर्धा न कम्पते ॥ १ ॥
જેને મારવું હાય તેને પેલી મુઠીમાં લક્ષમાં લેવું અને તેમાં ષ્ટિ મેળવવી, તે વખતે જો માથું ન હલાવે તે અવશ્ય તેને હણે, તેનું તીર કે ગાળી સામેનાને લાગે તથા જીવહિંસકા વૈદક શાસ્ત્રમાં કહે છે. કે લવકરસ ક્ષયના રાગીને આપવા (જેમ હાલ કાડલીવર એઇલ માછલાંનું તેલ આપે છે) અથવા અભય અરિષ્ટ નામના દારૂ આપવા, તથા ચાર વિગેરેને શૈલીએ ચડાવવા વિગેરેની શિક્ષા કરવી; તથા ચાણક્ય નામના પંડિતની કૂટનીતિના અભિપ્રાયે ખીજાને પૈસા પડાવવા માટે ઠગવા, તથા કામશાસ્ત્ર વિગેરે (દુરાચાર માટે) અશુભ અધ્યવસાયથી ભણે છે, તેથી એ પ્રમાણે શાસ્ર અનુવેદાદિ શાસ્ત્રના જે અભ્યાસ તે મેક્ષ માટે ન હોવાથી