________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૪૩ vvüvvvvvvvvvvminimum wwwmmmmm અને અચેતન પ્રકૃતિ આત્મા માટે પ્રવૃત્તિ કરે તેપણ યુકિતથી રહિત છે,
બોદ્ધ મતનું વર્ણન કરે છે, તેમના માનેલા પદાર્થો બાર આયતને છે ચક્ષુ વિગેરે પાંચ ઇંદ્રિય છે, અને તેના રૂપ શબ્દ વિગેરે પાંચ વિષય છે, શબ્દાયતન (મન) છે, કારણ કે શબ્દને વિચાર મનમાં થાય છે, ધર્માયતન—ધર્મ સુખ વિગેરે છે, આ બાર આયતન સમજાવનાર પ્રત્યક્ષ અને અનુમાન એવાં બે પ્રમાણ માને છે, જૈનાચાર્ય કહે છે કે અમે ચક્ષુ વિગેરે પાંચ દ્રવ્ય ઈદ્રિ અજીવ શબ્દમાં લીધી છે, અને ભાવઈદ્રિયે જીવન ગુણ હોવાથી જીવમાં લીધી છે, અને રૂપ વિગેરે વિષય અજીવમાં લીધા છે, તેથી તે જુદા ગણ્યા નથી, અને શબ્દાચતન પુદગળ રૂપે હોવાથી શબ્દ ને અજીવ રૂપે ગ્રહણ કરેલ છે, અને આવા દરેક ગુણને જુદા પદાર્થ તરીકે ગણવા યુક્ત નથી, ધમોત્મક સુખ દુઃખ શાતા અશાતારૂપે હોવાથી જીવમાં ગણે લીધા અને તે સુખ દુઃખનું કારણ કર્મ તે પુદ્ગલ રૂપે હોવાથી અજીવમાં ગણેલ છે, પ્રત્યક્ષ પ્રમાણ તેઓનું નિર્વિકલ્પ છે, તે અનિશ્ચયરૂપ હોવાથી પ્રવૃત્તિ નિવૃત્તિ અંગ (લાગુ) ન થાય તેથી અપ્રમાણજ છે, પ્રત્યક્ષ અપ્રમાણ હોવાથી તેના આધારે રહેલું અનુમાન પણ અપ્રમાણ છે, બાકી બદ્ધ મતનું ખંડન આક્ષેપ પરિહારપૂર્વક બીજે સ્થળે સારી રીતે કહેલું છે, તેથી અહીં કહેતા નથી, આ પ્રમાણે