________________
૨૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
આવું જગતું ન હોય, અથવા તેઓ એમ કહે કે દરેક શરીરનો આશ્રય લઈને એવું કહે છે, તે તેને ઉત્તર એ છે કે દરેક શરીરમાં ત્વક (ચામડી) અસ્થિ (હાડકાં) એ બંને કઠણ પૃથ્વીરૂપે છે, પણ બળ લેહી એ પ્રવાહીરૂપે પાણી છે, પાચન શકિત (અગ્નિ) એ તેજ રૂપે છે, પ્રાણ અપાન ઉપર નીચે જતે વાયુ છે, તથા શરીરમાં પિલાણ રૂપ આકાશ છે, એટલે પૃથ્વીનું શરીર નથી, પણ શરીરમાં પાંચે છે, વળી તેવું બધા શરીરમાં નથી, કારણ કે આ શરીરમાં કેટલાંકની ઉત્પત્તિ વીર્ય અને લેહીથી છે, તેમાં તન્માત્રને ગંધ (સંબંધ લેશે તે) (અંશ) પણ નથી, અને ન દેખાતું હોય છતાં તન્માત્ર પંચકથી થાય છે એવું બળજબરીથી કારણરૂપે માની લઈએ તે અતિ પ્રસંગ (હદ ઓળંગવા) જેવું થશે, વળી અંડજ ઉદ્ધિજ અને અંકુરાઓથી ઉપ્તત્તિ બીજેથી પણ થતી દેખાય છે, તેથી આ પ્રમાણે વ્યવસ્થા થવાથી પ્રધાન મહતુ અહંકાર વિગેરેની ઉત્તિ જે સાંખ્ય મતવાલા માને છે, તે બધી યુતિ રહિત જ પિતાના મંતવ્યના આગ્રહથી જ માને છે,
વળી આત્મા અકર્તાપણે માનવાથી કૃતને નાશ અને અકૃત આગમને દોષ લાગશે, અને બંધ મેક્ષને અભાવ થશે ગુણરહિત આત્મા માનતાં જ્ઞાનરહિત આત્મા થશે, તેથી જ્ઞાન વિનાનું સાંખ્યનું બોલવું મૂર્ખ બાળકના બોલવા જેવું છે!