________________
બારમું શ્રી સમવસરણું અધ્યયન.
હાનિ છે, પ્રતિજ્ઞાન્તર (બીજી પ્રતિજ્ઞા) પ્રતિજ્ઞાને વિરોધ વિગેરે છે, અને આ બધું વિચારતાં નિગ્રહસ્થાન બનતું નથી, અને કેઈ અંશે થતું હોય તે બેલનાર પુરૂષની " મૂતાકે અસમય સૂચક્તાને અપરાધ કહેવો ઉચિત છે, પણ આ નિગ્રસ્થાનમાં તત્વપણું ન ઘટે, વક્તાના ગુણ દે પારકાના અર્થમાં અનુમાન કરતાં કહેવાય, પણ તેથી તે તત્વપણું ન પામે, તેથી તૈયાયિકે કહેલું તત્વ તે તત્વપણે જાતું નથી, તે તૈયાયિકે કહેલી નીતિ વડે તેવું બોલતાં દોષપણું આવે છે,
હવે વૈશેષિકની વાત કહે છે વૈશેષિકનું કહેલું તત્વ નથી, જેમકે દ્રવ્ય ગુણ કર્મ સામાન્ય વિશેષ અને સમવાય એ છે તો માને છે, તેમાં દ્રવ્યના નવ ભેદે પૃથ્વી પાણી અગ્નિ વાયુ આકાશ કાળ દિશા આત્મા અને મન માને છે, તેમાં પૃથ્વી પાણી અગ્નિ વાયુ એ ચાર જુદાં જુદાં દ્રવ્ય નથી, તે જૈનાચાર્ય બતાવે છે કે તે ચારે પરમાણુઓના સમૂહ છે, તે પ્રયાગ (બનાવટ-) કે વિસસા (કુદરતી) સંજોગો મળતાં પૃથ્વી વિગેરે રૂપે થવા છતાં પણ પોતાનું દ્રવ્યપણું છોડતાં નથી, અવસ્થા બદલવાથી દ્રવ્યભેદ ન પડે એમ ભેદ પાડીએ તે ભેદની હદ ન રહે, વળી અમે આકાશ અને કાળને દ્રવ્યપણે કહ્યાં છે જ, પણ દિશાઓ તે આકાશના અવયવ (વિભાગ) હોવાથી તેને જુદું દ્રવ્ય ન કહેવું,