________________
આઠમું વીર્ય અધ્યયન.
वर्षासु लवणममृतं शरदि जलं गोपयश्च हेमन्ते । शिशिरे चामलकरसो घृतं वसन्ते गुडश्चान्ते ।।
વર્ષ રૂતુમાં લવણ (નિમક મીઠું) શરદમાં જલ હેમન્તમાં ગાયનું દૂધ શિશિરમાં આમલાને રસ વસંતમાં ઘી અને ગ્રીષ્મમાં ગોળ અમૃત સરખું છે, ગુજરાતમાં અસાહ સુદથી બે માસની રૂતુ ગણાય છે. મારવાડમાં અષાડ સુદ ૧૫ પછી બે માસની રૂતુ છે, તેથી વદીમાં એક માસ વધે છે, સુદમાં બંને એક છે, દીવાળી ગુજરાતની અપેક્ષાએ આસો વદ ૦)) અને મારવાડ કે શાસ્ત્રની અપેક્ષાએ કાતીક વદ ૦)) ગણાય છે.)
ग्रीष्मे तुल्यगुडां सुसैन्धवयुतां मेघावनद्धेऽम्बरे । तुल्यां शर्करया शरद्यमलया गुंठया तुषारागमे ॥ पिपल्या शिशिरे वसन्तसमये क्षौद्रेण संयोजितां । पुंसां प्राप्यहरीतकीमिव गदा नश्यन्तु ते शत्रवः ॥२॥
બાળ હરડે (હેમજ) ઉનાળામાં બાબર વજનના ગોળ સાથે વાદળથી છાયેલાં આકાશવાળી વર્ષમાં ચોખ્ખા સિંધવ સાથે, શરદ રૂતુમાં સાકર સાથે, હેમતમાં શુંઠ સાથે, શિશિરમાં પીપર સાથે, વસંતમાં મધ સાથે લેવાથી જેમ પુરૂના રેગ નાશ થાય તેમ તારા શત્રુઓ નાશ થાઓ.