________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
શીવ્ર ઇદ્રિ વિગેરે તેજમાં આવે, હૃદય પ્રસન્ન ચાય અને કાને રેગ દૂર થાય, વિગેરે જાણવું,
ઓષધિ (સૂકાયેલી વનસ્પતિ અથવા અનાજ) જે કાંટે વિગેરે લાગતાં ઘા રૂઝવવામાં કામ લાગે, ઝેર ઉતારવામાં કામ લાગે અથવા બુદ્ધિ વધારવા વિગેરે કામ લાગે તે રસવીર્ય છે, વિપાક વીર્ય તે વૈદ્યક શાસ્ત્ર વિગેરેમાં કહેલ છે, તે અહીં લેવું, તથા નિ પ્રાભૂત નામના ગ્રંથથી જુદા જુદા પ્રકારનું દ્રવ્ય વીર્ય સમજી લેવું,
आवरणे कवयादी चक्कादीयं च पहरणे होति ।। खितमि मि खेने काले जंमि कालंमि ॥नि. ९॥
રક્ષણમાં કવચ વિગેરેની શક્તિ તથા હથીઆરમાં ચક્રવર્તીનું ચક (ગળાકારે લડાઈનું શસ્ત્ર) વિગેરે જે શક્તિ હેય છે તે લેવી. હવે ક્ષેત્ર વીર્ય અને કાલ વીર્ય પાછલી અડધી ગાથામાં આવે છે. ક્ષેત્ર વિર્ય દેવકુર વિગેરે જુગલીયાના ક્ષેત્રને આશ્રયી બધાં દ્રવ્યો જમીનના ગુણને લીધે ઉત્કૃષ્ટ શકિતવાળાં થાય છે, અથવા કિલ્લા વિગેરે સ્થાનને લીધે કે પુરૂષને ઉત્સાહ વધે છે, અથવા જે ક્ષેત્રમાં વીર્યનું વર્ણન કરાય તે ક્ષેત્ર વીર્ય છે, એ પ્રમાણે કાલવીર્ય પણ પહેલે આરો સુખમ સુખમ નામને છે તેમાં વરતુ સર્વોત્તમ ગુણવાળી સુખદાયી હોય છે તે સમજી, તથા વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે –