________________
-
~~-~
-
~
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૬૧ ઉ સ્વભાવથી, તેજ પ્રમાણે નિયતિ (નિમણુ ભવિતવ્યતા હણહાર હતબ વિગેરે શબ્દ બોલાય છે, તે થયાં જ કરે છે, રાત પછી દહાડે અને દહાડા પછી રાત બાળપણ જુવાની બૂઢાપ વિગેરે) થાય છે, તે પણ કારણરૂપે છે, કારણ કે પદાર્થોને નિયતિ. નિયમસર કાર્ય કરાવે છે, તેજ કહેલ છે કે દરેક પદાર્થ નિયતિ બળના આશ્રયથી પ્રાપ્ત થવા ગ્ય છે, તેજ પ્રમાણે પૂર્વે કરેલું, તે શુભ અશુભ કૃત્યનું ફળ સારૂં માઠું થાય છે, તે પણ કારણરૂપે છે, તેજ કહ્યું છે કે यथा यथा पूर्व कृतस्य कर्मणः फलं निधानस्थमिहोपतिष्ठते, तथा तथा पूर्वकृतानुसारिणी, प्रदीपहस्तेव मतिःप्रवर्त्तते ॥१॥
જેમ જેમ પૂર્વે કરેલાં કૃત્યેનું ફળ કર્મરૂપે જેમ નિધાન (ભંડાર) માં સ્થાપ્યું હોય તે પ્રમાણે પૂર્વ કૃત્યને અનુસાર હાથમાં દીવાની માફક મતિ ચાલે છે, બુદ્ધિ કર્મો સારિણી કહેવત પ્રમાણે છે.
તેજ પ્રમાણે પોતાના કર્મ પ્રમાણે મનુષ્ય જન્મ લે છે, તેજ પ્રમાણે તેનું કર્મ પતે ન ઈરે છે તે પણ તે ગતિમાં ખેંચી જાય છે, વિગેરે તે પ્રમાણે પુરૂષાકાર (આ ભવમાં કરેલો ઉદ્યમ) વિના કંઈપણ કાર્ય સિદ્ધ ન થાય,
न दैवमिति संचिन्त्य त्यजेदुधमात्मनः
अनुयमेन कस्तैलं तिलेभ्यः प्राप्तुमर्हति ॥१॥ ૧૧