________________
૧૫૪)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
ન માને તેથી છતા જીવે તથા પુણ્ય પાપને દેખ્યા છતાં લેપ કરે તેથી તેઓ પણ મિથ્યા દષ્ટિ (જૂઠા) છે, જેમ કે જીવ વિગેરેને એકાંતથી નિષેધ કરતાં નિષેધ કરનાર ન હવાથી નિષેધને નિષેધ થયે; તેથી બધું અસ્તિ પણે સિદ્ધ થયું, જે તે બંને મળીને અપેક્ષા સમજી કઈ અંશે અસ્તિ કાંઈ અંશે નાસ્તિ માને તે બંને મળીને જૈન ધર્મ થાય) હવે અજ્ઞાનવાદીનું સ્વરૂપ કહે છે, જ્ઞાન વિનાના અજ્ઞાની તે અજ્ઞાનને સારૂં માને છે, તે પણ જૂઠા છે, કારણ કે તેમના માનવા પ્રમાણે અજ્ઞાન સારું તે નિર્ણય પણ જ્ઞાન વિના ન પાર જાય, તેથી તેઓ ના પાડે છતાં અંતે જ્ઞાન મુખ્ય થયું, હવે વિનયવાદીનું સ્વરૂપ કહે છે – ફક્ત વિનય કરવાથી રવર્ગ તથા મોક્ષને વાંછે છે, તેઓ પણું જૂઠા છે, કારણ કે જ્ઞાન તથા ઉચિત કિયા કરવાથી મેક્ષ મળે છે, તે સિવાય નહીં. હવે તે કિયાવાદી વિગેરેનું સ્વરૂપ આચારાંગ સૂત્રની ટીકામાં વિસ્તારથી કહ્યું તે અહીં કહેતા-નથી હવે તે ચારેના ભેદ વિવરીને કહે છે.
असिय सयं किरियाणं अकिरियाणं च होइ चुलसीती। अण्णाणी य सत्तट्ठी, वेणइयाणं च बत्तीसा ॥ ११९ ॥
કિયાવાદીના ૧૮૦ ભેદ આ પ્રમાણે છે, જીવ વિગેરે પદાર્થોના નવ ભેદ છે, તેની સાથે સ્વ અને પર જોડવાં, તેની સાથે નિત્ય અનિત્ય જોડવા, તેની સાથે કાલ સ્વભાવ