________________
૧૮૬
સૂયગડાંગસૂત્ર.
૧૦ ધૂમપ્રભામાં ૧૭ તમ પ્રભામાં ૨૨ અને મહાતમા પ્રભામાં ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ છે, ત્યાં પિતાના પાપે ગયેલાને ઉકૃષ્ટ સ્થિતિ મળતાં દુઃખ પામતાં કેઈપણ રક્ષક થતું નથી, જો કે ત્યાં સતેંદ્ર નામને બારમાદેવલેકને ઇંદ્ર લક્ષ્મણના પૂર્વભવને ઉપકાર યાદ કરી અવધિ જ્ઞાને જાણે તેને બચાવવા ગયેલ, પણ ત્યાં તેને દુઃખમાંથી બચાવવા સમર્થ ન થયે, એવું સંભળાય છે. તે પ્રમાણે દરેક નારકીને જીવ પિતે એકલે જેના માટે પાપ કરેલાં તે બધાથી રહિત થઈને કર્મને વિપાકનાં ફળ દુઃખરૂપે નારકીમાં ભેગવે છે. પણ કેઈ તેના દુઃખમાં ભાગ લેતું નથી. તે જ કહ્યું છે. मया परिजनस्यार्थे, कृतं कर्म सुदारुणम् ॥ एकाकी तेन दोऽहं, गतास्ते फलभोगिनः॥१॥
મેં પરિવાર માટે ઘણાં કાળાંકૃત્ય કર્યું પણ તે ફળ ભેગવનારી જતા રહ્યા, અને તેનાવડે હું એકલેજ બળી રહ્યો છું ! . ૨૨ છે जं जारिसं पुत्वमकासि कम्म, तमेव आगच्छति संपराए। एगंतदुक्खं भवमज्जणित्ता, वेदंति दुक्खी तमणंतदुक्खं ।।सू.२३॥
જેવું જેવા ભાવનું જેવી સ્થિતિનું કર્મ આ જીવે પૂર્વ જન્મમાં કર્યું હોય, તે પ્રમાણે જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ સ્થિતિના અનુભાવના ભેદવાળું આ સંસારમાં તેજ પ્રકારે