SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુત વ્યાખ્યાન અંગે - બે બાલ – પ્રસ્થાન – આજથી ત્રણેક વર્ષ ઉપર છે. હીરાલાલ ર, કાપડિયા ચેમ્બરમાં મને મળ્યા અને વડોદરામાં “સંગીત, નૃય અને નાટ્ય સંબંધી જૈન ઉલો અને પ્રત્યે ” અંગે પિતે આપેલ વ્યાખ્યાન પ્રસિહ કરવા માટે મારું ધ્યાન ખેચ્યું. તેની પ્રેસ-કોપી માંગી અને તે મને એમણે આપી. હું તે જોઈ ગયા. તેની ઉપયોગિતા મને સમજાઈ અને મને થયું કે આ વ્યાખ્યાન જરૂર મુદ્રિત થવું જ જોઈએ. આથી મેં પરમપૂજ્ય મારા ગુરુદેવશ્રી આચાર્ય શ્રીવિજયમસરીશ્વરજી મહારાજને વાત કરી. તેઓશ્રીએ તેની સહર્ષ સ્વીકૃતિ આપી અને એનું મુદ્રણ કાર્ય શરૂ થયું. આજે એ વ્યાખ્યાન પરિશિષ્ટાદિ સહિત મુકિત. થઈ બહાર પડે છે. વ્યાખ્યાન – આ મૂળ પુસ્તિકા જેવું છે. ભલે છે નાનું પણ આ વિષય પર રસ ધરાવતી વ્યક્તિને તે ઘણું મહત્વનું લાગશે અને અન્ય વાચકને આ માહિતીપ્રચુર લખાણમાંથી કંઇ ને કંઇ નવું જાણવાનું મળી રહેશે. આ વ્યાખ્યાન સર્વ સામાન્ય જનતાના રસને વિષય ન બની શકેસૌને પસંદ પડે તેવું ન બને એ સ્વાભાવિક છે પણ દરેક પ્રયાસ દરેકને માટે જ હોય છે કે કોઈ પણ વિષયનું પુસ્તક સૌને પસંદ પડે તેવું હોય છે એવું થતું હોય છે? બુદ્ધિભેદે કે દષ્ટિભેદે આ ધારણ સદાય રહેવાનું જ અને આ ધરણ રહે તે અનાદરણીય નહીં પણ આદરણીય જ છે. આથી તાદોને અર્થાત એના જ્ઞાતાઓને જે એ સંતોષી શકશે તે તે આ પ્રયાસની ફલશ્રતિ લેખાશે.
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy