SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ - સંગીત, નૃત્ય અને નાટ્ય લેખક – વિવિધ માહિતીઓના ખજાના જેવા અને મર્મગ્રાહી મેધા . ધરાવતા શ્રી કાપડિયા બહુકૃત વિદ્વાન છે. એઓ જેને કરતાં અજૈનમાં વધુ વિખ્યાત છે. એમણે પિતાના આ વ્યાખ્યાનની વિગતે એકત્રિત કરવામાં પુષ્કળ પરિશ્રમ લીધે છે. એમણે વિવિધભક્તિમાર્ગે જૈન ધર્મમાં સંગીત, નૃત્ય અને નાટકનું કેવું આદરભર્યું સ્થાન છે તેને વિશાળ ખ્યાલ આવે છે અને જાણવા યોગ્ય ઘણું ઘણું વસ્તુઓનું દિગ્દર્શન કરાવ્યું છે. એની વિશેષ પ્રતીતિ પ્રસ્તુત પુસ્તક જ આપી રહેશે. | શ્રી કાપડિયા આજે તે જીવનની સંધ્યાએ પહોંચ્યા છે ત્યારે ખેદ થાય છે કે જૈન સમાજે એમની પાસેથી ઘણું ઘણું કાર્ય કરાવી લેવાની જરૂર હતી પણ તેમ થઈ ન શકયું તે ખેદજનક છે. પુસ્તક અને લેખક અંગે પ્રાથમિક નિર્દેશ કરી હું આ પુસ્તકમાં - રજૂ થયેલી હકીક્તના આધારે વાચકોને ત્યાગ, વૈરાગ્ય અને અધ્યાત્મ એ ત્રિપુટીપ્રધાન જૈન ધર્મમાં સંગીત, નૃત્ય, અને નાટકનું કેવું જ્વલંત સ્થાન છે તે તરફ ટૂંકમાં જ ધ્યાન ખેંચવા માંગું છું. સુર્યા વગેરેને નૃત્યવિધિ – શ્રમણ ભગવાન મહાવીરસવામી વીતરાગ તીર્થંકર પરમાત્મા હતા. છતાં તેમની સમક્ષ સૂર્યાભ દેવે નાવ્યયવિધિ કર્યો. એ સમયે ભગવંતના શ્રી ગૌતમસ્વામીજી આદ હજારે સાધુ-સાધ્વીજીઓ વગેરે હાજર હતાં. ઈશાન ઇન્દ્ર પણ એ રીતે વિધિ કર્યો. એણે બત્રીસ બત્રીસ નાટક ભજવ્યાં અને તે સમવસરણમાં જાહેરમાં ભજવી બતાવ્યાં. તે સિવાય વિજયદેવ, સૂર્ય અને ચન્દ્ર નામના ઇન્દોએ, બહુપુત્રિકા દેવીએ તેમ જ પૂર્ણભક, માણિભદ, દત, શિવબલ અને અનાદત વગેરેએ ભગવાન સમક્ષ નાટક કર્યા
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy