________________
મારી સંગીતકલાકથા
૪૭
અમારા ઉસ્તાદ ગુરુની એવી ખાસિયત હતી કે એકેએક વિદ્યાર્થી પૂજામાં સંપૂર્ણ તૈયાર થવો જ જોઈએ. લગભગ તમામ વિદ્યાર્થીઓ તાલબદ્ધ રાગ ગાઈ શકે તે રીતે તૈયાર થઈ ગયા. અમારા આનંદને પાર રહ્યો નહિ. એ પૂજા જ્યારે પહેલવહેલી દેરાસરમાં અમે ભણાવી ત્યારે સાંભળવા આવનાર શ્રીસંઘની હાજરીથી દેરાસર ચિકાર ભરાઈ ગયું હતું. શ્રીસંઘે આ પૂજા સાંભળી અમારા ઉપર અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો.
આ પૂજા તે અમને એવી કંઠસ્થ થઈ ગઈ કે અમે જાણે ઊંધમાં પણ બોલી જઇએ અને ગાઈ જઈએ. રાગો એવા ઘૂંટાઈ ગયા હતા કે આજુબાજુમાં પથારીમાં સુતા હોય અને જરાતરા કોઈ રાગને છેડે, પિટીના જરાક સુરા નીકળે, નાનકડો આલાપ કે તાનપલટો સંભળાય કે આ સૂરો કયા રાગના છે તેને તરત જ ખ્યાલ અમોને આવી જતે. આ પૂજા અમે વગર ચપડીએ ભણાવી શકતા હતા કારણ કે ઘણીખરી પૂજાઓ લગભગ કંઠસ્થ થઈ ગઈ હતી.
આ રાગો-તની વધુ તાલીમ માટે મારા વિદ્યાગુરુએ મારા સંસારી મોટાભાઈ શ્રી નગીનભાઈ વગેરેની સૂચનાથી મને ઘરે શીખવા આવવાનું જણાવ્યું. હું બપોરના બે વાગ્યે ખાસાહેબના ઘરે જતે. ખાંસાહેબ ક્યારેક તાલીમ આપે અને ક્યારેક કામમાં હોય તે મારી મેળે તાલીમ લેતા. એમના સુપુત્ર શમીનને ક્યારેક હું સરગમ બેલાવતે. પાછળથી બરની તાલીમ મારા સંસારી મામાના સુપુત્ર શ્રી મૂલજીભાઈ જેઓ સંગીતવિદ્યામાં ઘણુ નિષ્ણુત થયા હતા તેમના ઘેર જઇને હું તેમની પાસે શીખેલા રાગોને અભ્યાસ કરતે હતે. આમ નાની ઉંમરમાં જ સંગીતના ખેતરનું સારું એવું ખેડાણ કરવાની તક મને સાંપડી હતી. એ ડભોઈનાં જૈન શ્રીસંધ અને ખાસ કરીને સંગીતશાળાની નેતાગિરીને આભારી છે. આ માટે સહુને હાર્દિક ધન્યવાદ આપવા રહ્યા.