________________
મારી સંગીતકલાકથા -
એના આનંદને પાર ન હતો. દરેકને સંગીત શીખવું હતું. સંઘના આગેવાની હાજરીમાં દરેક છોકરા પાસે સ્તુતિ, પ્રાર્થના કે કોઈ કવિતાની કડી, છેવટે નવકારમંત્ર બેલવાનું કહેવામાં આવ્યું. સંગીતશિક્ષકે બે દિવસમાં ચકાસણી કરી લીધી. ગળાની હલક, મધુરતા, ઇત્યાદિ સંગીતની યોગ્યતાના માપદંડ દ્વારા પ્રાથમિક તપાસમાં પચાસેક છોકરાને તારવ્યા. બીજી વાર તારવેલા પચાસમાં પુનઃ વધુ ચકાસણી કરીને પચીસેક જણને તારવ્યા. છોકરાઓ જોઈતા હતા પંદરથી વીસ એટલે ત્રીજી તપાસને અંતે સત્તરેક છોકરાઓને તારવ્યા અને શુભ દિવસે પાઠશાળાના નાના ખંડમાં સંગીતશિક્ષણને પ્રારંભ થયો. એમાં પહેલા જ દિવસે તારવેલા સાર છોકરાની વધુ ચકાસણી શરૂ થઈ ત્રણ દિવસની ચકાસણીને અંતે સત્તરેક છોકરાઓને ક્રમાંક આપવામાં આવ્યા, એમાં મારી યાદદાસ્ત મુજબ મારે ક્રમ ત્રીજો હતે. આ જ કમથી અમારે ભણવા બેસવાનું હતું. આ સત્તરમાંથી ચાર-છ છોકરાઓ સાંજને સાતથી આઠ ચાલતી સરકારી શાળામાં હાજરી આપતા. આઠથી નવ છુટી હતી. એમાં જૈન પાઠશાળામાં જઈને ધાર્મિક શિક્ષણ લેવાની ઇચ્છાવાળા વિદ્યાથીઓ હતા. તેઓ પાઠશાળામાં જતા. હું પણ પાઠશાળામાં નિયમિત દરરોજ જ. નવ વાગે એટલે જૈન સંગીતશાળા શરૂ થતી અને તે ૮થી ૧૧ વાગ્યા સુધી ચાલતી હતી. સંગીતનું પ્રાથમિક જ્ઞાન તે મેં સરકારી શાળામાં લીધું હતું અને કેટલાક રાગે, પણ શીખ્યું હતું એટલે જેન શાળામાં મારે છે તેથી આગળનું શીખવાનું હતું પણ જેઓએ સરગમે સાત સ્વરે વગેરે વિષયનું પ્રાથમિક જ્ઞાન પણ મેળવ્યું ન હતું તેમને પ્રાથમિક જ્ઞાન આપવાનું કાર્ય શિક્ષકે શરૂ કર્યું જ્યારે અમારા માટે તેમણે આગળના નવા રાગેનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું. ત્રણચાર મહિનામાં નવા વિદ્યાર્થીઓ પણ અમારી સાથે થઈ ગયા અને તેમણે રાગ-રાગિણી શીખવાના ક્ષેત્રમાં પ્રવેશ