________________
જેને ઉલલેખ અને ગ્રન્થ નામના સંસ્કૃત ગ્રન્થના કર્તા “કવિકટારમલ” સ્વાતંત્ર્યપ્રિય રામચન્દ્રસૂરિ અને એમના સતીર્થ (ગુરુભાઈ) ગુણચગણિ છે. એ બંને મુનિવરે કલિ૦” હેમચન્દ્રસૂરિના વિદ્વાન વિનેય છે. એમણે આ નાટ્યપણ ઉપર સંસ્કૃતમાં વિકૃતિ રચી છે. મૂળ કૃતિ ચાર વિવેકમાં વિભક્ત છે અને એમાં અનુક્રમે ૬૫, ૩૭, ૧૧ અને ૨૪ પદ્યો છે. પ્રથમ વિવેકમાં નાટક સંબંધી તમામ બાબતે આલેખાઈ છે. એના લે. –૪માં નિમ્નલિખિત બાર રૂપકે ગણાવાયાં છે –
(૧) નાટક, (૨) પ્રકરણ, (૩) નાટિકા, (૪) પ્રકરણી, (૫) વાયેગ, () સમવકાર, (૭) ભાણ, (૮) પ્રહસન, (૯) ડિમ, (૧૦) અંક, (૧૧) ઈહામૃગ અને (૧૨) વીથિ.
તિય વિવિકમાં પ્રકરણથી માંડીને વીથિ સુધીનાં ૧૧ રૂપનું નિરૂપણ છે.
તૃતીય વિવેકમાં ભારતી વગેરે વૃત્તિ, શંગારાદિ રસ, ભાવ અને અભિનય એ વિષયે ચર્ચાયા છે. * ચતુર્થ વિવેકમાં તમામ રૂપકેમાં ઘટી શકે એવાં લક્ષણ અપાય છે.
પણ વિકૃતિના અંતમાં નીચે મુજબનાં ૧ ઉપરૂપને ઉલ્લેખ છે -
(૧) સદ, (૨) શ્રીગદિત, (૩) દુમિલિતા, (૪) પ્રસ્થાન, (૫) ગોષ્ઠી, (૬) હરજીસક, (૭) નર્તન(૮) પ્રેક્ષક, (૮) રાસક, (૧૦) નાટ્યાસક, (૧૧) કાવ્ય, (૧૨) ભાણુક અને (૧) ભાણિકા.