SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સંગીત, નૃત્ય અને નાસ્ત્ર સુરસુન્દરીની આનાકાની – સિ0 કટની ગા. ૮૫૮–૯૬૦માં એવો ઉલ્લેખ છે કે શ્રીપાલે નાટક કરવા કહ્યું ત્યારે નાટક માટેનું પહેલું પિડું (છંદ) આનંદભેર ઊઠયું પણ સુરસુન્દરી નામની મુખ્ય નદી ન ઊઠી. એણે આનાકાની કરી. ગા. ૮૭૩માં પણ નવ નાટકોને ઉલ્લેખ છે પણ એ વિષે કશી વિશેષ માહિતી અપાઈ નથી. . ગુણસુન્દરી અને વીણાવાદન– સિકની ગા. ૭૬ ઈત્યાદિમાં ગુણસુન્દરીએ વીણાવાદનમાં જીતનારને પરણવાની લીધેલી પ્રતિજ્ઞા, વીણા વગાડતાં શ્રીપાલે તાંત તોડવાની અને તુંબડું ભાંગ્યાની વાત તેમ જ આગળ ઉપર એણે ગુણસુન્દરીની વીણામાં કાઢેલા દોષો ઇત્યાદિ બાબત અપાઈ છે. ગમા વગેરેને ઉલેખ – મહેપાધ્યાય વિનયવિજયગણિએ શ્રીપાલ રાજાને રાસ રચવા માંડ્યો હતો પણ એના ત્રીજા ખંડની પાંચમી ઢાલ પૂર્ણ કર્યા વિના વિ સં. ૧૭૩૮માં એએ સ્વર્ગવાસી બન્યા. આથી એમની અપૂર્ણ કૃતિ એકાદ વર્ષમાં “ ન્યાયાચાર્ય' યશોવિજયગણિએ પૂર્ણ કરી. આ કૃતિ (ખંડ , ઢા. ૫)ની વસમી કડીમાં કહ્યું છે કે “ત્રટ ત્રટ તૂટે તાંત, ગમા જાયે ખસી હે લાલ”. આ હાલની બીજી કડીમાં ક કામ, ૭ સ્વર, ૨૧ મૂચ્છના, ૪૯ તાન અને વિવિધ કલના વિષે ઉલ્લેખ છે. ૧ જુઓ પૃ. ૪૦ અને ૭૪-૭૫. ૧ “ગમાં એ શું વીણાના કોઈ અવયવનું નામ છે? આ કડી નીચે મુજબ છે :બત્રણ ગ્રામ સુર સાત કે એકવીસ મૂના હે લાલ કે તાન એગણપચાશ. ઘણુવિધ વેલના હે લાલ ઘણી ” ૪ અને અર્થ તેમ જ એના પ્રકારે જાણવામાં નથી.
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy