________________
જેન ઉલેખે અને ગ્રન્થ
૭૫
બતાવ્યા પછી બીજી વીણા અપાતાં એનું તુંબડું કરવું છે એમ વામને કહ્યું. એક માણસે એને કકડો ચાખે અને વામનનું વચન સાચું છે એમ કહ્યું. ત્રીજી વીણા અપાતાં એની તંગીમાંથી સૂક્ષ્મ વાળ વામને કાઢી બતાવ્યો. જેથી વિષ્ણુ અપાતાં એ બોલ્યા કે આને દંડ લાંબા સમય સુધી પાણીમાં રખાય છે. એમ ઘણું વીણાઓને દૂષિત જણાવી એક શુદ્ધ વિણું એણે પસંદ કરી એ વગાડી. એના નાદને રસ ક્રમશઃ અત્યંત ઉત્કટ બને ત્યારે આનંદમાં લીન થયેલી સમસ્ત સભા નિદ્રા પામી. - હાથી ઉપર વાદનને પ્રભાવ – એ વેળા પ્રથમથી કરી રાખેલા સંકેત અનુસાર મહાવતેએ કે જેમણે પોતાના કાન બંધ કરી રાખ્યા હતા તેમણે દારૂ પાયેલે એક ક્રોધી હાથી સભા તરફ હાંક્યો. એ સભાની પાસે આવી પહેઓ તે પણ કોઈને એની જાણ થઈ નહિ. એ હાથી પણ પેલે નાદ સાંભળી સ્તબ્ધ બની ગયા. મહાવતેએ એને અંકુશના પ્રહાર કર્યા પણ એ હાથીએ તે જાણ્યા નહિ. એથી પ્રહાર કરી કરીને થાકી ગયેલા મહાવત એ વામનને અંગે જય જય’ શબ્દ ઉચ્ચાર્યો અને પછી સર્વે સભાજનેએ તેમ કર્યું. તેમ થતાં વામને વીણા વગાડવી. બંધ કરી અને (નાદ દ્વારા જિતાયેલી ) નાદસુન્દરી એને વરી. પહેલાંની જેમ દેવીએ બંનેના ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. વામને સ્તુતિ કરનારાઓને અને યાચકને યથેષ્ઠ દાન આપ્યું.
નાટચાદિ કળાઓના પ્રકાર – સમવાય (સુર ૭૨)માં “નટ્ટ ને ચેથી કળા તરીકે ઉલ્લેખ છે. એના ઉપરની અભયદેવસરિકૃત વૃતિ (પત્ર ૮૪)માં “નનાં બે સંસ્કૃત સમીકરણે અપાયાં છે (૧) નાટ્ય અને (૨) નૃત્ય. વિશેષમાં નાટય-કળાના ભરત-માર્ગ,
૧. સતુલનાથે જુઓ પૃ. ૪૦.