________________
સંગીત, નૃત્ય અને નાટ્ય
છલિક અને લાસ્યવિધાન એમ ત્રણ પ્રકારો દર્શાવાયા છે. એવી રીતે નૃત્યકળાના પણ અભિનયકા, અંગહારિકા અને વ્યાયામિકા એમ ત્રણ પ્રકારે નિર્દેશાયા છે. વાઘકળાને અંગે તત, વિતત, શુષિર અને ઘન એમ ચાર પ્રકારનાં વાદ્ય ગણાવી તત વગેરેના અનુક્રમે ૪, ૫, ૩ અને ૧ ભેદ છે એમ કહ્યું છે.
નૃત્યના ત્રણ પ્રકાર અને એની સમજણ – અભિ૦ (કડિ ૨,
૧૯૫)માં નૃત્યના (૧) હલ્લીસક, (૨) ઉચ્ચતાલ અને (૩) વીરજયંતિકા એમ ત્રણ પ્રકારે દર્શાવાયા છે. તેમાં સ્ત્રીઓનું મંડળાકારે નૃત્ય તે “હલ્લીસક” છે; મદિરાપાન કરી નાચનારનું નૃત્ય તે “ઉચ્ચતાલ ” છે; અને યુદ્ધમાંનું નૃત્ય તે “વીરજયન્તિકા' છે.
સંગયને અર્થ – રાયર (સુત ૨૩)માં “સંગય’ શબ્દ છે. એની વૃતિ (પત્ર અ)માં મલમગિરિસરિએ એને અર્થ “નાટ્યવિધિ માટે તત્પર ” એમ કર્યો છે. અજિયના ૨૭મા પદ્યમાં “સં ગય’ શબ્દ વપરાય છે.
મહુયરીગીય અને સોયામણી – ઉત્તરના અ, ૧૩ (લે. ૧૯૬)ની અને અ. ૧૮ (લે. ૨૪૦)ની નેમચન્દ્રસુરિત વૃત્તિમાં
૧. સરસ્વતીકઠાભરણમાં એ ઉલેખ છે કે આંગિક અભિનયથી યુક્ત અને કાયિકાદિ અભિનયથી રહિત જે આડિક વગેરે નર્તન તેને નત કે પ્રેક્ષ્ય (દશ્ય) કહે છે. એ પ્રશ્નના લાસ્ય. તાંડવ, છલિક, સંપા, હલીસક અને રાસ એમ છ પ્રકારે છે,
૨. આની વિસ્તૃત માહિતી મે વાધોને અંગેના મારા અંગ્રેજી લેખમાં આપી છે (જુઓ પૃ. ૫) જ્યારે વિવિધ વાદ્યોનાં નામ મેં “ગુજરાતમિત્ર તથા ગુજરાત દર્પણ”ના તા. ૧૦-૩-પર અંકમાં પ્રકાશિત મારા લેખ નામે વાજિની વણજાર”માં દર્શાવ્યાં છે,