________________
સંગીત, નૃત્ય અને નાટ્ય
ઉપર પુષ્પ મૂકી એમાં સંય ખાસી અને એની અણી ઉપર પુષ્પ મૂકી નૃત્ય કર્યું. એમાં એણે ડાબાં અને જમણુ બાર કારણો કરી બતાવ્યાં અને આંખ વડે એ રોયની અણી ઉપર રહેલા પુષ્પને ગ્રહણ કર્યું. સભાસદેએ એને વિજય ઉચ્ચાર્યો અને નાટ્યસુન્દરી એને વરી એટલે દેવોએ એને શાબાશી આપી.
વીણાવાદન – વામનને નાટ્યસુદરી તેમ જ ગીતસુન્દરી વરી તેથી શ્રીપતિ ખિન્ન થયે અને હવે તે કઈ રાજપુત્ર સાથે નાસુન્દરીનાં લગ્ન થાય તે સારું એમ એણે વિચાર્યું. પ્રતિહારે રાજાને આદેશ થતાં પહેલાંની જેમ ઉધોષણા કરી કે જે નાદ-કળામાં નાસુન્દરીને જીતશે તેને એ પરણશે. વામને પિતાનો પરાભવ કર્યો છે એમ માનનારા રાજપુત્રોએ અનુક્રમે વિશેષ દક્ષતાપૂર્વક વિવિધ રાગે વેણુ વગાડવા માંડી. એના નાદોથી સમગ્ર સભા સ્તબ્ધ બની ગઈ. પૂર્વ પૂર્વને વિજય કરતાં કરતાં છેલે કેઇ એક રાજકુમારનો વીણુ વગાડવાને વારો આવતાં તેણે એ વગાડી. એવામાં પહેલાં કરેલા સંકેત અનુસાર મહાવતેએ એક મોટા હાથીને સભા તરફ છોડી મૂક્યો. ગર્જના કરી દેડતા એ ક્રોધી હાથીને સમીપમાં આવેલ જેમાં બધા સભાસદો બીધા. તે વેળા રાજાની આજ્ઞાથી નાદ-સુન્દરીએ વીણુ વગાડી. એથી સભા જ નહિ પણ પેલે હાથી પણ સ્તબ્ધ થઈ ગયો. નાદસુન્દરીએ નાદ બંધ કર્યો અને મહાવતેએ હાથીને પકડી લીધો એટલે “કન્યા છતી, કન્યા હતી' એમ સભાસદે બોલી ઊઠ્યા.
વામને વીણામાં દર્શાવેલા દેશે અને એનું અપૂર્વ વીણાવાહન- રાજાએ વામનને વીણા વગાડ્વા કહ્યું એટલે એણે વિણ માંગી. એક ઉત્તમ વીણા રાજાએ અપાવી છે તે જોઈ વામન બે કે આના દંડમાં કીડો છે. રાજાએ સાબિતી માગતાં દંડ ભાંગી વામને કીડો