________________
૫૮
સંગીત, નૃત્ય અને નાટ્ય મગર, પક્ષી, વ્યાલ, કિનર, ગુરુશરભ, અમર, કુંજર (હાથી), વનલતા અને પત્રલતાના અભિનયપૂર્વક ત્રીજું નાટક કર્યું. '
(૪) ચોથા નાટક તરીકે એક બાજુથી વક, બે બાજુથી વક્ર, એક તરફથી ખહ (2), બે તરફથી ખહ (?', એક તરફથી ચક્રવાલ, બે તરફથી ચક્રવાલ અને ચક્રાધ–ચક્રવાલના અભિનય કરાયા.
(૫) પાંચમા નાટકમાં ચન્દ્રાવલિ, સર્યાવલિ, વલયાવલિ, હસાવલિ, એકાવલિ, તાવલિ, મુક્તાવલિ, કનકાવલિ અને રત્નાવલિ (એમ નવ જાતની આવલિકા)ના, (૬) છઠ્ઠા નાટકમાં ચોમ અને સગમના, (૭) સાતમામાં ચદ્રાગમન અને સૂર્યાગમનના, (૮) આઠમામાં ચન્દાવરણ અને સુર્યાવરણના, (૯) નવમા માં કૈચન્દાસ્ત અને સુર્યાસ્તના, (૧૦) દસમામાં “ચન્દ્રમંડળ, સુર્યમંડળ, નાગમંડળ, યક્ષમંડળ, ભૂતમંડળ, રાક્ષસમંડળ, મહેરગમંડળ અને ગન્ધર્વમંડળના, (૧૧) અગિયારમામાં અષભામંડળ, સિહમડળ, હવિલંબિત, ગજવિલંબિત, હવિલસિત, ગજવિલસત, મહયવિલસિત, મત્તગજવિલસિત, મત્તેહવિલંબિત, મતગજવિલંબિત અને દુતવિલંબિતના, (૧૨) બારમામાં સાગર અને નાગરના, (૧૩) તેરમામાં નન્દા અને ચંપાના, (૧૪) ચૌદમામાં મસ્યાંડક, મકાંડક, જાર અને મારના, (૧૫) પંદરમામાં ક, ખ, ગ, ઘ અને ડ.ના (ધાટના), (૧૬) સામામાં ચ, છ, જ, ઝ અને અના, (૧૭). સત્તરમામાં ટ, ઠ, ડ, ઢ અને ણના, (૧૮) ૧૮મામ ત, થ, દ, ધ અને નના, (૧૯) ૧૯મામાં પ, ફ, બ, ભ અને મના, (૨૦) વિસમામાં અશોક–પલ્લવ, આમ-૫૯લવ, જંબુ-પલ્લવ અને
૧ ચન્દ્રનું ઊગવું. ૨ ચન્દ્રનું આવવું. ૩ ચન્દ્રગ્રહણ- ૪ ચન્દ્રનું અસ્ત થવું. ૫ ચન્દ્ર સંબંધી મંડળ,
૬ આમ અહીં પચ્ચીસ અક્ષરને જ ઉલ્લેખ છે. સ્વરને કે ય, ર, લ, વ, શ, ષ, સ, હ, ક્ષ અને જ્ઞના અભિનયને નિર્દેશ નથી.
૧