SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ઉલેખે અને ગ્રન્થ પ૭ ભદ્રાસન, કળશ, મત્સ્ય અને દર્પણ એ આઠના અભિનય કરી મંગળરૂપ પ્રથમ નાટક ભજવી બતાવ્યું. આ સંબંધમાં મલયગિરિરિએ રાયની વૃત્તિ (પત્ર પરઆ)માં કહ્યું છે કે આ તેમ જ અન્ય નાટકને વ્યુત્પતિ પૂરતે અર્થ હું જણાવું છું કેમકે એનું યથાર્થ નિરૂપણ તે શક્ય નથી. એ તે પૂર્વમાંના નાટયવિધિ પ્રાભૂતમાં હતું અને એ નાશ પામ્યું છે. દેવકુમારોએ અને દેવકુમારીઓએ સ્વરિતકના આકારમાં ગોઠવાઈ જઈ નૃત્ય કર્યું હશે એમ લાગે છે. એ પ્રમાણે શ્રીવત્સ વગેરે માટે સમજી લેવું. (૨) પહેલાંની જેમ “એકસામટીથી માંડીને રમતમાં મસ્ત થયાં ત્યાં સુધીની ક્રિયા કરી એ દેવકુમારોએ અને દેવકુમારીઓએ મહાવીરસવામીની સામે આવ, પ્રત્યાવર્ત, શ્રેણિ, "પ્રશ્રેણિ, સ્વસ્તિક, સૌવસ્તિક, પુષ્ય, માણવક, વર્ધમાનક, મરયાંડક, મકરાંડક, જાર, માર, પુષ્પાવલિ, પદ્મપત્ર, સાગર-તરંગ, વસન્ત (વસતી) લતા અને પલતાના અભિનય કરી બીજું નાટક પૂર્ણ કર્યું. (૩) પછી પાછી પહેલાંની જેમ એકત્ર મળવા વગેરે ક્રિયા કરી એમણે મહાવીરસ્વામીની સામે ઈહામૃગ (વરુ), બળદ, અશ્વ, માનવ, ૧ આ આઠ મંગળના સ્વરૂપ અને એનાં ભિન્ન ભિન્ન ચિત્રો માટે જુઓ આહંત જીવનતિઃ પાંચમી કિરણીવલી (પૃ. ૧-૩), ૨ આવર્તથી માંડીને પલતા પૈકી કેટલાંક નામ સુર્યાબ દેવના દિવ્ય વિમાનના ભૂભાગમાંના મણિએને અંગેના સુત્ત ૧૫માં (પત્ર ૩૦૮માં વપરાયાં છે. અહીં પુષ્ય અને માણવને બે ભિન્ન પ્રકાર ન ગણતાં “પુષ્યમાણવ” એ એક જ પ્રકાર મલયગિરિસૂરિએ ગયે છે (જુઓ પત્ર ૩). ૩ એક આવર્તને પ્રત્યભિમુખ આવર્ત તે “પ્રત્યાવર્ત છે (પત્ર ૩ીઆ). " ૪ શ્રેણિ એટલે તે પ્રકારના બિન્દુના સમૂહની પંકિત ૫ શ્રેણિમાંથી નીકળેલી અન્ય શ્રેણિ તે પ્રશ્રેણિ
SR No.034226
Book TitleSangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherMukti Kamal Jain Mohanmala
Publication Year1973
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy