________________
જેન ઉલેખે અને ગ્રન્થ
૪૯
એમ મનાય છે. એના ૧૩૧મા પધમાં વંસ, તંતિ, તાલ, તિઉફખર, સુઈ, સમાણુણ, સુદ્ધ. ગીય, હાવ, ભાવ, વિભમ અને અંગહારઆ શબ્દ નજરે પડે છે. આ પૈકી સુઈ ( શ્રુતિ ) અને અંગહારક એ બે શબ્દ અનુક્રમે સંગીત અને નૃત્ય સાથે સંબંધ ધરાવે છે. જિનપ્રભસૂરિએ અજિય૦ ઉપર વૃત્તિ રચી છે. એમાં આનું સ્પષ્ટીકરણ હશે.
અભિ૦ ( કાંડ ૨, લે. ૧૯૬)માં અંગહારના પર્યાય તરીકે અંગવિક્ષેપનો ઉલ્લેખ છે. એની પજ્ઞ વિતિ (પૃ. ૧૧૮)માં કહ્યું છે કે “અંગહાર' એટલે અંગેનું (અર્થાત અવયવોનું) એક સ્થાનેથી અન્ય સ્થાને લઈ જવું તે. અંગહાર એ અંગેના હાર જેવો છે કેમકે એ શોભા ઉત્પન્ન કરે છે અથવા હરે એટલે કે મહાદેવે અભિનય કરેલો હોવાથી એ હાર છે. અંગની મુખ્યતાવાળો હાર તે “અંગહાર' છે. એના સ્થિરહસ્ત” ઈત્યાદિ ૩૨ પ્રકારે છે.
ઉપર્યુક્ત અજિયના અનુકરણરૂપે તેના તે જ છંદમાં કષભવીરસ્તવન પ્રમેયરનમંજૂષા અને કૃપારસકેશના કર્તા શાચિકે १ "वंस - सद्द तंति-ताल - मेलिए तिउक्खराभिरामसद्दमीसए । कए अ सुइ-समाणणे अ सुद्ध-सज्ज-गीय-पायजाल-घंटियाहिं। वलय-मेहला-कलाव-नेउराभिरामसहमीसए कए अ देव-नटिआहिं हाव-भाव-विब्भमप्पगारएहि नच्चिऊण
બંઢાર્દિ છે રૂ 1 ” ૨ આ વિષય ગુજરાતીમાં (વિ. સં. ૨૦૦૯માં પ્રકાશિત) પ્રબોધદીકા (ભા. 1, પૃ. ૩૯૬-૪૦૯)માં વિચારાય છે. એમાં વિવિધ બાબતો અપાઈ છે. જેમકે બાવીસ કૃતિનાં નામે અને સાત સ્વરની કૃતિઓની સંખ્યા, ગીતના ચૌદ. તેમ જ પચ્ચીસ દેશનાં નામ, સાત અંગ, આઠ પ્રત્યંગ અને બાર ઉપાંગનાં નામે, નર્તનના છ ભેદ, નૃત્યના સાત ભેદ તથા તાંડવના બત્રીસ અને લાસ્યનાં દસ અંગહાર.