________________
જેન ઉલેખે અને ગ્ર
છે કે હસ્તિનાપુરના પદ્મરથ રાજાના પુત્ર વિણકુમારે પિતાના એ પિતા સહિત ( લાખ વર્ષ ઉપર થઈ ગયેલા જૈનના પંદરમા તીર્થકર ) ધમનાથની પરંપરામાં થયેલા સુવ્રત શ્રમણ પાસે દીક્ષા લીધી. ત્યાર બાદ એક વેળા એ રાજના મહાપદ્મ નામના અન્ય પુત્રના નમુચિ પુરોહિતે એ મહાપ પાસેથી રાજપદ પ્રાપ્ત કરી જૈન શ્રમણે વધ કરવાને દુષ્ટ નિશ્ચય કર્યો. એની જાણ સાઠ હજાર વર્ષ સુધી તપ કરી (૧) વિકવિણ, (૨) સમ-ભાદર-વિવિધ-રૂપકારિણી, ( 8 )
અંતર્ધાની અને (૪) ગગનગામિની એવી ચાર લબ્ધિ મેળવનારા વિષ્ણકુમારને થતાં તેઓ હસ્તિનાપુરમાં આવ્યા અને નમુચિ પાસે ત્રણ પગલાં જમીન માંગી. એ અપાતાં નવીન શરીર રચી એમણે પિતાનો પગ ઊભો કર્યો અને ધ્રુવ (પા. ધુઅ) પઢી ક્ષણવારમાં
એમણે દિવ્ય રૂપ ધારણ કર્યું. જોતજોતામાં એમનું શરીર લાખ : જન જેટલું ઊંચું થઈ ગયું. વિષ્ણુકુમારે મંદિર (મેરુ) પર્વત ઉપર પિતાને જમણો પગ મૂક્યો. એ પગ પાછો ઉપાડાતાં સમુદ્ર ક્ષોભ પામે. વિષ્ણુકુમારે બે હથેળી અફળી તે તેના અવાજથી (દેવના) આત્મરક્ષકે ત્રાસ પામી ગયા. એ સમયે સૌધર્મઇન્દ્રનું આસન કંપતાં એણે સંગીત અને નૃત્યની મંડળીના મુખીઓને કહ્યું કે નમુચિ ઉપર કપાયમાન થયેલા વિષ્ણુકુમાર શૈલેને ગળી જવા સમર્થ છે તો તમે ગીત અને નૃત્ય વડે એમને સત્વર શાંત કરે. * તિલોત્તમાદિનું નૃત્ય અને તંબુરુ વગેરેનું ગાન – એ સાંભળી તિલોત્તમા, રંભા, મેનકા અને ઉર્વશીએ વિષ્ણુકુમારની નજર સમક્ષ
નૃત્ય કર્યું. વાજિંત્રો વગાડાયાં. તું બુરુ, નારદ, હાહા, દૂધ અને વિશ્વવસુએ • શ્રુતિ-મધુર સ્તુતિ કરી તેમ જ જિનેશ્વરોનાં નામ અને ક્ષમાગુણને વર્ણવીને ગાન કર્યું. વિદ્યાધરે ત્યાં આવ્યા અને તેમણે આ ગામમાં સાથ આપે અને આગને અનુસરતાં ગીત ગાયાં.