________________
જૈન ઉલલેખે અને ગ્રન્થ
૩૭
હિંડલા, કૌશિકી, રામગ્રી, કુમમંજરી, ગંડકૃતિ અને દેશાખ પચમમાંથી ભૈરવી, ગુજરી, ભાષા, વેલાકુલા, કર્ણાટી અને રક્તહંસા; ભેરવમાંથી ત્રિગુણ, તંભતીર્થ, આભીરી, કુભા, વિખરીડી (વૈરાડી) અને વસુબેરી (2); મેઘમાંથી બંગાલા, મધુરી, કેમદા, દેષશાટિકા, દેવશ્રી અને દેવાલા; અને નરનારાયણમાંથી તેડી, મટકરી, શ્રી ભૂપાલપ્રિયા, નટ્ટા, ધનાશ્રી અને મકલી (માલાવી) નીકળેલી છે.
શ્રીમાં માલવ, વસન્તમાં બાણ, પંચમમાં પૂર્વક, ભૈરવમાં કેદારક, મેઘમાં સાલિ અને નટનારાયણમાં કલ્યાણ ગુરુ (મોટ) છે. આમ છ ગુરુ મળી ૪૨ થાય છે.
ગીતને વિષય – ગીતમાં પ્રાયઃ સ્તુતિ કે નિન્દા હેય છે. નિન્દા સજજન ન કરે એટલે સ્તુતિની વાત કરીશ. એ બે પ્રકારની છે: (૧) વિમાન ગુણેના કીર્તનરૂપ અને (૨) અવિદ્યમાન ગુણોના કીર્તનરૂ૫. બીજા પ્રકારની સ્તુતિ લગ્ન વગેરે પ્રસંગે જોવાય છે. ગુણના પણ બે પ્રકાર છેઃ સાધારણ અને અસાધારણ. તેમાં અસાધારણ ગુણે પણ કલ્પિત અને અકલ્પિત એમ બે પ્રકારના છે. અકરિપત અસાધારણ એવા જ ગુણો સ્તુતિ કરવા લાયક છે.
ગીતને પ્રભાવ-એમ કહી વામને સાચા દેવ (તીર્થંકર) અને શુદ્ધ ગુરુની સ્તુતિરૂપ ગીત શરૂ કર્યું. એ ગાતા હતા ત્યારે સભાસદોએ હાહા અને દૂદ જેવા દેવગાયકને અને સાંભળનાર દેવને તણખલા સમાન પણ ન ગણ્યા. એ ગાન ચાલુ હતું ત્યારે કઈ બોલ્યું નહિ, કે ચિત્ર (આશ્ચર્ય ) પણ જોતું નહિ અને કોઈ બીજું ધ્યાન પણ કરતું નહિ. એ મન ઉત્કૃષ્ટ બન્યું તે વેળા કેઈએ શાપ દીધો હોય તેમ સભા સુઈ ગઈ.