________________
જેન ઉલેખે અને ગ્ર
૩૫
બાન્ધર્વ (ગીત)નું ઉત્થાન તંત્રી, વેણું (વાંસળી) અને મનુષ્ય એમ ત્રણથી થાય છે. વીણા, ત્રિસરિકા, સારંગી વગેરે અનેક જાતની સંત્રીઓ છે. મનુષ્યના હૃદયમાં ભદ્ર વગેરે ભેદથી વિકાસ પામતે રાગ તે તંત્રીને છિદ્રને સ્પર્શ કરવાથી ઉત્પન્ન થાય છે. એમ વાંસળી વિષે પણ જાણવું.
વીણાની વિશુદ્ધિ– વળી વીણાને વિષે શલ્યાદિને ત્યાગ કરવાથી એના નાલ(વાંસરૂપ દડા), વૃતાદિક ગુણાએ કરીને તુંબડાની તેમ જ વળિ (વળિયાં), સ્નાયુ (નસ) અને વાળ વગેરેને ત્યાગ કરવાથી તંત્રીની શુદ્ધિ થાય છે. વાંસળી, સારંગી, ત્રિસરી વગેરેની શુદ્ધિ પણ આ પ્રમાણે કરાય છે. આનું વિસ્તૃત નિરૂપણ લાખ શામાં કરાયું છે તે કેટલું કહી શકાય ?
શુદ્ધ ગાન માટેની આવશ્યક પરિસ્થિતિ– આથી મનુષ્યથી ઉદ્ભવેલા ગીત વિષે થોડુંક કહું છું ગાનારી વ્યક્તિ (પુરુષ કે સ્ત્રી) જે નહિ પાતળી કે નહિ જાડી હોય, એનું ગળું રોગ રહિત હેય અથવા સર્જાશે એ નીરોગી હેય, એ આનંદી અને જુવાન હૈય, એ તલ, તેલ, અડદ, ગોળ વગેરે આહાર કરતી નહિ હોય, એ સાકર અને મધથી યુક્ત દૂધ અને જળનું પાન કરતી હોય, એ અતિશય ગરમ કે ઠંડું ભોજન ન કરતી હેય અને એ તાંબૂલ વડે શુદ્ધ વદનવાળી હેય તે તે શુદ્ધ ગાન કરી શકે.
પ્રાણનું લક્ષણ – એવી વ્યક્તિની નાભિમાંથી ઊઠેલા અને એવીના પ્રયત્નથી પ્રેરાયેલા એવા વાયુને ગીતકળાના જાણકારે “પ્રાણ” કહે છે.
નાદની ઉત્પત્તિ–એ “પ્રાણ વાયુ મરતકમાંથી ઊભો થઈ, મુખમાં ભમી તેમ જ જીભ, દાંત, એઠ અને તાળવાને વિષે પરાવર્તન પામી (અથડાઈ) વર્ણોને અને નાદને ઉત્પન્ન કરે છે.