________________
૩૪
સંગીત, નૃત્ય અને નાટ્ય
નાખ્યું અને ત્રીજી આપી તે તેને દંડ (દડિ) ભાંગી નાખે. આથી ઉપાધ્યાયને ખેદ થયા.
પેલે વામન એ ઉપાધ્યાયની પત્ની પાસે ગયા. એણે એને પહેલાના જેવું બીજું કંકણ ભેટ આપ્યું. એ જોઈ ઉપાધ્યાય રાજી થયે એટલે એને એની પત્નીએ વામનને કળા શીખવવા આગ્રહ કર્યો તે ઉપાધ્યાયે ત્રણ વિણની વાત કરી. એ સાંભળી એની પત્ની બેલી એક વીણાની તંત્રી મજબૂત નહિ હતી એટલે તૂટી ગઈ, બીજીનું તુંબડું જૂનું થઈ ગયું હતું એટલે એ તૂટી ગયું અને ત્રીજી દાંડે સડેલ હતા તેથી એ ભાંગી ગયે. તમારે હવેથી વામનને મજબૂત વીણું આપવી. ઉપાધ્યાયે એ વાત સ્વીકારી અને એ શિષ્યોના ઉપહાસની બીકે વામનને ખાનગીમાં શીખવવા લાગ્યા.
ગીત-કળાની પરીક્ષા-પરીક્ષાનો દિવસ આવતાં પરીક્ષામંડપમાં રાજા પરિવાર સહિત ત્યાં આવ્યો. નગરજને પણ આવ્યા. રાજાને આદેશ થતાં પ્રતિહારે એ ઉલ્લેષણ કરી કે હે રાજપુત્ર! તમારામાંથી
ઈ પણ તનિધિ ગીતસુન્દરીને ગીતકળામાં જતી એનું પાણિગ્રહણ કરે. એ ઉપરથી ગીતકળાના જાણકાર કુમારોએ ગીત ગાયાં અને લેને રસથી તરબોળ બનાવ્યા. પછી ગીતસુન્દરીએ ગાયું ત્યારે સભા નિદ્રાધીન જેવી બની ગઈ. પહેલેથી સંકેત કરાયા પ્રમાણે દાસીઓએ કે જેમણે ગીતની અસર પિતાના ઉપર ન થાય તે માટે કાન ઢાંકી રાખ્યા હતા તેમણે રાજા વગેરેના હાથ વગેરેમાંથી તરવાર વગેરે આયુ લઇ એક ઠેકાણે મૂકી દીધાં. એની રાજા વગેરેને ખબર ન પડી અને તેમને પરાજય થયો.
ગાધવેનું વિવિધ ઉત્થાન–પછી શ્રીપતિ રાજાએ પેલા વામનને કહ્યું કે તું ગીતનું સ્વરૂપ કહે અને ગાયન કર, વામન બે કે