________________
જેન ઉલેખો અને ગ્રન્થ
૩૩
ધારણ કરી જયાનન્દ શ્રીપતિના નગરમાં આવ્ય, ઉપાધ્યાય પાસે ગયો અને એને સવા લાખના મૂલ્યવાળું એક કંકણ ભેટ આપી નાટ્યકળા શીખવા લાગ્યા.
નૃત્યમાં અસફળતા – કુંભાર જેમ જેસથી માટીને ગૂંદે તેમ એ વામન વાંકાચૂકાં અને કઠોર ચરણ વડે પૃથ્વી ઉપર પ્રહાર કરી એને કંપાવવા લાગે. વળી એ ગાળાની પેઠે ભૂમિ ઉપર ઊછળી અને પર્વતના પ્રસ્તર( પથર)ની જેમ પડી ધબાક એવો અવાજ કરી આસપાસના લકોને હસાવવા લાગ્યા. કેટલાયે દિવસ સુધી ઉપાધ્યાયે એને શીખવવા પ્રયાસ કર્યો પણ એનું કશું વળ્યું નહિ. આથી ઉપાધ્યાયે ગીત શીખવા કહ્યું.
ગીતમાં અસફળતા – ગીત શીખતી વેળા વિકૃત વનિ કરતે અને વિદૂષકના જેવી ચેષ્ટા કરતે એ બે – " पञ्च नियट्ठा हु वणे पविठ्ठा । कविट्स्स हेढा तउ संनिविटा । पडियं चविट भग्गं एगस्स सीसं । अच्चो हसंति किल ते ह सेसा ॥"
આને અર્થ એ છે કે પાંચ નિકૃષ્ટ જ વનમાં પેઠા અને કઠના વૃક્ષની નીચે બેઠા, તેમાં કોઠે પડ્યું અને એકનું માથું ભાંગ્યું. આશ્ચર્યની વાત છે કે બાકીનાઓ અહીં ખરેખર હસે છે.
- એ સાંભળી એના સહાધ્યાયીઓએ એની હાંસી કરી. તેમ છતાં છાની રીતે ઉપાધ્યાય એને ગ્રામ, રાગ વગેરે શીખવતા હતા પણ કંઇ વળ્યું નહિ. એથી વીણકળા શીખવવા ઉપાધ્યાયે પ્રયાસ કર્યો.
વીણાઓની ભાંગફોડ– ઉપાધ્યાયે એક વિણ આપી વામને તેની તવી (તતિ) તેડી નાંખી, બીજી આપી તે તેનું તે