________________
સંગીત, નૃત્ય અને નાટ્ય
ગણધર' પદવીથી વિભૂષિત બન્યા. એ અગિયાર ગણધરે પૈકી પ્રત્યેક બાર બાર ધર્મશાસ્ત્રો રચ્યાં. એ દરેકને “અંગ” અને એના સમૂહને દ્વાદશાંગી' કહે છે. બાર દ્વાદશાંગીઓ પૈકી ફક્ત પાંચમા ગણધર સુધર્મવામીની રચેલી દ્વાદશાંગી જ અમુક અંશે સચવાઈ રહી છે. એમના પછી દોઢેક સૈકા સુધીમાં જે વિશિષ્ટ ધાર્મિક ગ્રંથો રચાયા તેને પણ ઉપર્યુક્ત દ્વાદશાંગીની જેમ “આગમ” તરીકે ઓળખાવાય છે. વેતાંબર મૂર્તિપૂજક જૈને આ વિવિધ આગામથી ઉપલબ્ધ સુપ્રસિદ્ધ આગમે તરીકે પિસ્તાળીસ ગણાવે છે. આમાં કપ કે જે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની વિક્રમની છઠ્ઠી કે સાતમી સદીની કૃતિ છે તેને પણ ગણાવાય છે.
આગમનું પુસ્તકારહણ–દેવધિંગણિ ક્ષમાશ્રમણના સમયમાં જે આગમે ઉપલબ્ધ હતા તેનું સંપાદનકાર્ય એમને હાથે અનેક મુનિવરેના સહકારપૂર્વક કરાયું અને એ રીતે તૈયાર કરાયેલા આગમ વગેરેને લખાવી લેવાયા.
" સંકલન સમય- આ પુસ્તકારહણનો મહત્વને પ્રસંગ વીરસંવત ૯૦૦ (ઇ. સ. ૪૫૩) અને મતાંતર પ્રમાણે વીરસંવત ૯૮૩ (ઈ.સ ૪૬૬)માં બને. એ સમયે કઇ કઇ? આગમમાં કાલાંતરે રચાયેલા આગમની ભલામણ કરાઈ તે કાઈકમાં એની રચના બાદ બનેલા બનાવને સ્થાન અપાયું. આમ જે આગમોનું સંકલન કરાયું તેની રચના એના સંકલનની દષ્ટિએ પણ ઇ. સ.ના પાંચમા સૈકા કરતાં તે અર્વાચીન નથી.
દિવાયના વિભાગો અને પેટાવિભાગો – દ્વાદશાંગીમાંના બારમા અંગનું નામ દિવિાય છે. એને જે મુખ્ય પાંચ વિભાગો છે. ૧ એ વિ. સં. ૬૫૦માં ૧૦૪ વર્ષની વયે સ્વર્ગે સિધાવ્યા હતા, જુઓ .. વિચારશ્રશિ.