________________
(૫૯) સાંસારિક લક્ષ્મીનો ત્યાગ કરનારને આત્યંતર લક્ષ્મીને લાભ પ્રાપ્ત થાય છે, તે કહે છે –
भवे या राज्यश्रीर्गजतुरगगोसंग्रहकृता न सा ज्ञानध्यानप्रशमजनिता किं स्वमनसि । बहिर्याः प्रेयस्यः किमु मनसि ता नात्मरतयस्ततः स्वाधीनं कस्त्यजति सुखमिच्छत्यथ परम् ॥१०॥
મૂલાર્થ–આ સંસારમાં હાથી, અશ્વ અને ગાય (બળદ) વિગેરેના સમૂહથી બનેલી રાજ્યલક્ષ્મી છે, તે શું જ્ઞાન, ધ્યાન અને પ્રથમથી ઉત્પન્ન થયેલી લમી ગીજનેના મનને વિષે નથી હોતી ? હાય જ છે. તથા જેમ બાહ્ય સ્ત્રીઓ આ સંસારમાં છે, તેમ શું યોગિના મનમાં રહેલી આત્મરતિ (આત્માપરની પ્રીતિ ) તે સ્ત્રીરૂપ નથી? છે જ, તેથી કેણુ વિદ્વાન આવું સ્વાધીન સુખ તજે અને બાહ્ય સુખ ઇછે? કઈ જ નહીં. ૧૦૦.
ટીકાળું—આ ભવને વિષે જેમ દેવ અને મનુષ્ય જન્મને વિષે હાથી, ઘેડા, ગાયો અને વૃષભના સમૂહવડે બનેલી સાંભળવામાં તથા જેવામાં આવતી એવી રાજલક્ષ્મી છે, તેમ જ્ઞાનથી ઉત્પન્ન થયેલી–શ્રતના અભ્યાસરૂપ હાથીની ગર્જનાવાળી, ધ્યાનથી ઉત્પન્ન થયેલી–ધર્મ ધ્યાન શકલ ધ્યાન અને દ્વાદશ ભાવનારૂપ અશ્વોના તરંગથી ઉછળતી, તથા પ્રશમથી ઉત્પન્ન થયેલી–અતિ શાંતિ અને સ્થિરતાથી સુંદર ગતિવાળી ગાય અને વૃષભેથી શેભતી એવી લક્ષ્મી શું રાજલમીને ત્યાગ કરનારા યોગીજનોના મનને વિષે રહેલી નથી? છે જ. તથા બહાર–મનુષ્યાદિક રાજ્યમાં જેમ રૂપાદિના અભિમાનવાળી સુંદર પ્રિયા છે, તેમ શું યોગીઓના મનમાં રહેલી આત્મરતિ-સકલ કર્મમળ રહિત એવા આત્માપરની પ્રીતિરૂપી પ્રિયાઓ દ્વાણ વિગેરેથી પણ અધિક હર્ષદાયક નથી? છેજ. તેથી આવા સ્વાધીન સુખનો કેણુ વિદ્વાન ત્યાગ કરે? અને પરાધીન સુખની વાંછા કરે? કઈ જ ન કરે. ૧૦૦.
હવે સાંસારિક સુખની નિંઘતા બતાવે છે – पराधीनं शर्म क्षयि विषयकांक्षौघमलिनं भवे भीतिस्थानं तदपि कुमतिस्तत्र रमते । बुधास्तु स्वाधीनेऽक्षयिणि करणौत्सुक्यरहिते निलीनास्तिष्ठन्ति प्रगलितभयाध्यात्मिकसुखे ॥ १०१॥
Aho ! Shrutgyanam