________________
( ૫ )
સ્માત્ અમને આત્મતત્ત્વનું ઉપનિષદ્ ( જ્ઞાન પ્રાપ્ત થવાથી એ સંસારમાં કાંઈ પણ રતિ-પ્રીતિ ઉત્પન્ન થતી નથી, પણ માત્ર આત્માને વિષે જ રતિ ઉત્પન્ન થાય છે. ૯૮
ટીકાથે—પૂર્વે-ભવસ્વરૂપની અજ્ઞાન દશામાં અમારા ચિત્તને વિષે એવી બુદ્ધિ હતી કે આ મનુષ્યાદિ ગતિરૂપ સંસાર, પ્રિયાએ– સુંદરરૂપ અને સ્નેહવડે વહાલી સ્ત્રીઓ, વાણી-વિલાસવર્ડ . મનેાહર સુંદર વચનની રચના, શયન–સુંદર સુકેામળ શય્યા તથા તનુસંખાધન–શરીરને સુંદર તૈલાદિક સ્રાનસામગ્રીવડે મર્દનાદિ કરવું ઇત્યાદિ પદાર્થોના સુખરૂપી અમૃતવડે રચેલા છે; અને હવે તેા અકસ્માત–સહસા જેમને તત્ત્વનું સંસારના પરમાર્થનું અથવા બ્રહ્મસ્વરૂપનું ઉપનિષદ્-ગાન રહસ્ય પ્રાપ્ત થયું છે, એવા અમેને આ સંસારમાં કિંચિત્ પણ પ્રીતિ ઉત્પન્ન થતી નથી, પરંતુ પેાતાના આત્મા-આત્મસ્વરૂપને વિષે જ પ્રીતિ ઉત્પન્ન થાય છે. ૯૮.
પૂર્વે કહેલા અર્થની જ સ્પષ્ટતા કરે છે.~ दधानाः काठिन्यं निरवधिकमाविंद्यकभवप्रपञ्चाः पञ्चाली कुचकलशवन्नातिरतिदाः । गलत्यज्ञानाभ्रे प्रसृमररुचावात्मनि विधौ
चिदानन्दस्यन्दः सहज इति तेभ्योऽस्तु विरतिः ॥ ९९ ॥ મલાથે—હવે પાંચાલીના સ્તનરૂપી કલશની જેમ અવધિરહિત કઠિનતાને ધારણ કરતા એવા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા આ ભવના પ્રપંચા–વિસ્તાર પ્રીતિદાયક થતા નથી. કેમકે અજ્ઞાનરૂપી વાદળાં વિખરાઈ જવાથી અને પ્રચાર પામતી કાંતિવાળા આત્મારૂપી ચંદ્રના ઉદય થવાથી સ્વાભાવિક ચિદાનંદ રસ પ્રાપ્ત થયા છે. તેથી તે સંસારના પ્રપંચેાથકી વિરતિ જ હા. ૯૯
ટીકાર્થ-અજ્ઞાન દશામાં ઉત્પન્ન થયેલા સંસારના પ્રપંચો-માતા, પિતાદિક સંબંધો નિ:સીમ-મર્યાદારહિત કઠોરતા ધારણ કરે છે, તેથી અમાને કાષ્ટ અને પાષાણાદિકની બનાવેલી પુતળીના સ્તનરૂપી અત્યંત કઠન લશની જેમ હવે પ્રીતિદાયી થતા નથી. અને અજ્ઞાન-ભ્રાંતિ જ્ઞાનરૂપી અભ્ર-વાદળાંના સમૂહ વિનાશ પામવાથી તથા વિસ્તૃત કાંતિવાળા આત્મારૂપી ચંદ્રના ઉદય થવાથી ચિદાનંદના જ્ઞાનના આનંદના સ્પંદ–રસ સ્વાભાવિક ઉત્પન્ન થયા છે, તેથી હવે તેા તે ભવના પ્રપંચીથકી નિવૃત્તિ જ હો. ૯૯.
Aho! Shrutgyanam