________________
(૬૦) : મૂલાઈ– આ સંસારમાં જે સુખ છે તે પરાધીન, ક્ષણિક વિષએની ઈચ્છાના સમૂહથી મલીન અને ભીતિદાયક છે, તો પણ તેમાં કુબુદ્ધિવાળે પ્રાણુ આનંદ માને છે; પરંતુ પંડિત પુરૂષે તે સ્વાધીન, અવિનાશી, ઇંદ્રિયની ઉત્સુકતા રહિત અને ભયરહિત એવા અધ્યાભના સુખને વિષે જ મગ્ન રહે છે. ૧૦૧.
ટીકાર્ય–આ સંસારને વિષે સઘળા દેવ અને મનુષ્યોને જે સુખ છે તે સર્વ પરાધીન-પુષ્પ, ચંદન, ખાનપાન તથા સ્ત્રી વિગેરે પદાર્થોને આધીન રહેલું છે, વિનશ્વર છે, તથા શબ્દ, રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ એ પાંચ વિષયેની અભિલાષાના સમૂહથી મલિન-અપવિત્ર છે, તથા સ્વપરજાતિથી ઉત્પન્ન થતા ભયનું સ્થાન છે. તે પણ-એ સુખ એવું અનિત્ય અને તુચ્છ છતાં પણ દુર્બુદ્ધિવાળે જતુ તે સુખમાં રમણ કરે છે–પ્રદ પામે છે. પણ પંડિત પુરૂષે તે સ્વાધીન-આત્માને આધીન એટલે આત્મસ્વભાવના ઉદ્દભવથી પિતાને જ આધીન, તથા આત્માથી જ ઉત્પન્ન થયેલું હોવાથી નાશરહિત, તથા મન અને ઇન્દ્રિયોએ કરેલી ઉત્સુકતાવડે વિષયના અભિલાષની ઉત્કંઠાવડે રહિત તથા જેનાથી ભય અતિ દૂર રહે છે એવા અધ્યાત્મને વિષે રહેલા સુખમાં આનંદમાં જ નિરંતર મગ્ન રહે છે-તલ્લીન રહે છે. ૧૦૧.
હવે પ્રકરણને ઉપસંહાર કરે છે – तदेतद्भाषन्ते जगदभयदानं खलु भवस्वरूपानुध्यानं शमसुखनिदानं कृतधियः। स्थिरीभूते यस्मिन् विधुकिरणकर्पूरविमला यशम्श्री प्रौढा स्याजिनसमयतत्त्वस्थितिविदाम् ॥१०२॥
ફત્યષ્યામિનારે પ્રથમ પ્રવધા ભૂલાર્થ–તે કારણ માટે નિપુણ બુદ્ધિવાળા પંડિતે આ ભવ સ્વરૂપને ચિંતનને શમસુખના કારણરૂપ તથા ત્રણ જગતને અભયદાન દેવારૂપ કહે છે. કે જે ભવસ્વરૂપનું ધ્યાન સ્થિર થવાથી જિનાગમના તની સ્થિતિને જાણનાર પુરૂષોને ચંદ્રનાં કિરણે તથા કપૂરની જેવી નિર્મળ થશરૂપી લક્ષમી અથવા મેક્ષલક્ષ્મી વૃદ્ધિ પામે છે. ૧૨.
કિર્થ–પૂર્વ કહેલા ભવસ્વરૂપનું ચિંતન કરવાથી જ્ઞાન, ધ્યાન અને સંયમાદિકવડે તથા નિર્મળ સૂક્ષ્મ બોધવડે જેમની બુદ્ધિ નિપુણ થયેલી છે, એવા સપુરૂષે સંસારસ્વરૂપનાં ધ્યાનને તેના ધ્યાતાને શમસુખનું સર્વ વિક્ષેપરહિતપણુએ કરીને શાન સ્વભાવમય એવા
Aho! Shrutgyanam