________________
પ્રબંધ.] પ્રશસ્તિ.
૫૭ ये जानन्ति विशेषमप्यविषमे रेखोपरेखांशतो
वस्तुन्यस्तु सतामितः कृतधियां तेषां महानुत्सवः ॥५१॥
મૂલાર્થ–જેઓ કાંઈક સદશપણું જોઈને કાચ તથા ઇદ્રનીલ મણિનો અભેદ કરે છે, તે મંદ બુદ્ધિવાળાને કવિઓની ગૂઢ કૃતિ હર્ષ આપનારી થતી નથી. પરંતુ જેઓ વિષમતા રહિત વસ્તુને વિષે પણ રેખાના અંશના પણ અંશથી વિશેષને જાણે છે, તે કુશળ બુદ્ધિવાળા સપુરૂષને આ કૃતિથી મેંટે ઉત્સવ છે. ૫૧.
ટીકાર્ય–જે કઈ પુરૂષે કાંઈપણ વર્ણ તથા આકૃતિ વિગેરેવડે સદશપણું જોઈને કાચ એટલે માટીને આકાર વિશેષ અથવા એક જાતને મણિ તથા ઇંદ્રનીલ એટલે વૈડૂર્ય રત એ બન્નેને વર્ણના સદશપણુએ કરીને અભેદ-એકતા કરે છે, તે અલ્પ બુદ્ધિવાળા માણસોને કવિઓનીગ્રંથકર્તાઓની ગૂઢ-ગહન અર્થેવાળી કૃતિ-સૂક્ષ્મ ભાવાર્થવાળી પડ્યાદિક રચના આનંદ આપનારી થતી નથી, પરંતુ જે પંડિત વિષમતા રહિત-સમાન વસ્તુને વિષે પણ રેખા એટલે માત્રા, તેને અંશ એટલે અધેમાત્રા તે ઉપરેખા કહેવાય છે, અને તે અધેમાત્રાદિકના પણ અંશલેશ જેટલા પણ ભેદથી વિશેષને એટલે
આ બીજી વસ્તુ છે? એમ ભેદને સમાન પટ પર ચિત્રકારે ચિતરે. લા ઉંચા નીચા પ્રદેશની જેમ જાણે છે, તે નિપુણુ બુદ્ધિવાળા સત્પરૂષોને આ કૃતિથી-ગ્રંથથી મેટો ઉત્સવ એટલે આનંદ પ્રાપ્ત થાય તેમ છે. પ૧.
દુર્જને આ કૃતિથી કેમ આનંદ ન થાય? તે કહે છે– पूर्णाध्यात्मपदार्थसार्थघटना तश्चमत्कारिणी
मोहच्छन्नदृशां भवेत्तनुधियां नो पंडितानामिव । . काकुव्याकुलकामगर्वगहनप्रोदामवाक्चातुरी ___ कामिन्याः प्रसभं प्रमोदयतिन ग्राम्यान विदग्धानिव ॥५२
મૂલાથે—સંપૂર્ણ અધ્યાત્મ પદાર્થના સમૂહની રચના પંડિતની જેમ હિથી જેમની દષ્ટિ ઢંકાયેલી છે એવા અલ્પ બુદ્ધિવાળાના ચિત્તને ચમત્કાર કરનારી થતી નથી. કામિની (યુવતી) ની કાકુ ઉક્તિવડે વ્યાકુલ, કામના મદવડે ગહન અને અતિ પ્રબળ એવી વચનચાતુરી ચતુર પુરૂષની જેમ ગ્રામ્ય જનેને અત્યંત આનંદ આપતી નથી.
Aho ! Shrutgyanam