SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ અધ્યાત્મસાર ભાષાંતર, સિમટીકાર્ય–સંપૂર્ણ એટલે ન્યૂનતા રહિત અધ્યાત્મરૂપ એટલે આત્માના બ્રહ્મસ્વરૂપને આશ્રય કરેલા પદાર્થોના સમૂહવડે અથવા સમૂહવાળી ગ્રંથરચના પંડિતની જેમ એટલે સૂક્ષ્મ ભાવને જાણનારા વિદ્વાનની જેમ મેહવડે જેમનાં વિવેકરૂપી નેત્રો આચ્છાદિત થયાં છે એવા અલ્પ બુદ્ધિવાળાના ચિત્તને ચમત્કાર કરનારી એટલે પ્રેમ અને આશ્ચર્યને ઉત્પન્ન કરનારી થતી નથી. તેમાં દૃષ્ટાંત આપે છે – જેમ કામિનીની એટલે રૂપવતી યુવતી સ્ત્રીની કાકુ એટલે હાસ્ય, વિનોદ, અન્યાથે અને વક્રોક્તિ (વચન રચના) વડે વ્યાપ્ય થયેલી તથા કામના મદવડે ગહન અને અત્યંત પ્રબળ એવી જે વાણીની ચતુરાઈ એટલે વચનના વિલાસની કળા તે કામકળામાં ચાર પુરૂપિની જેમ પશુ જેવા ગામડીયા લેકેને અત્યંત હર્ષ પમાડતી નથી. પર, તેથી વિદ્વાની જ સ્તુતિ કરે છે – स्नात्वा सिद्धान्तकुंडे विधुकरविशदाध्यात्मपानीयपूरै स्तापं संसारदुःखं कलिकलुषमलं लोभतृष्णां च हित्वा । जाता ये शुद्धरूपाः शमदमशुचिताचन्दनालिप्तगात्राः शीलालंकारसाराः सकलगुणनिधीन्सज्जनांस्तान्नमाम:५३ મૂલાર્થ–સિદ્ધાન્ત રૂપી કુંડને વિષે ચંદ્રના કિરણેની જેવા નિર્મળ અધ્યાત્મરૂપી જળના સમૂહવડે સ્નાન કરીને સંતાપને, સંસારના દુઃખને, કળી અને પાપરૂપી મેલને તથા લેભરૂપી તૃષા (તૃષ્ણ) ને તજી દઈને જેઓ શુદ્ધરૂપ થયા છે, તથા શમ, દમ, અને પવિત્રતારૂપી ચંદનવડે અનુલેપવાળા થયા છે, તથા શીલરૂપી અલંકારવડે સારભૂત થયા છે તેવા સમગ્ર ગુણેના નિધિ સમાન સજજનોને અમે નમસ્કારનમન કરીએ છીએ. પ૩. કાળું–જેઓ એટલે આગળ કહેવાશે એવા ગુણોના સમૂહને ધારણ કરનારા પુરૂષે સિદ્ધાન્તરૂપી કુંડમાં એટલે જિનાગમરૂપી જળાશયમાં ચંદ્રના કિરણે કરતાં પણ અધિક નિર્મળ એવાં અધ્યાત્મભાવરૂપી જળના પ્રવાહવડે સ્નાન કરીને સંસારનાં દુઃખને–ભવમાં ભ્રમણ કરવાથી ઉત્પન્ન થતા કલેશને, તાપને–વિષયની તૃણારૂપ સંતાપને, કલિ (કલહ) અને પાપરૂપી મેલને તથા ભરૂપી તૃષ્ણને તજી દઈને શુદ્ધરૂપ-નિર્મળ આત્મસ્વરૂપવાળા થયા છે, તથા શમશાન્તપરિણામ, દમ-ઇદ્રિને જય અને શુચિતા-વ્રતધર્મને વિષે Aho! Shrutgyanam
SR No.034216
Book TitleAdhyatma Sara Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGambhirvijay
PublisherNarottamdas Bhanji
Publication Year1916
Total Pages486
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy