________________
અધ્યાયમસાર ભાષાંતર
[સમવિશેષ સર્વ ભાવેને પ્રકાશ કરનાર કેવળજ્ઞાન અને કેવળદર્શન થાય છે, મન, વાણી અને કાયાના વ્યાપારેને સમગ્ર નિરોધ એટલે તેમની આત્માને વિષે સર્વથા અસત્તા થાય છે, સર્વથા સર્વ કર્મને ક્ષય થાય છે તથા મોક્ષસ્થાનમાં જ્યારે નિવાસ થાય છે તે સમયે પરમાત્મા પ્રગટ થાય છે. ૨૪.
आत्ममनोगुणवृत्तिर्विविच्य यः प्रतिपदं विजानाति । कुशलानुबन्धयुक्तः प्रामोति ब्रह्मभूयमसौ ॥२५॥
મૂલાર્થ–જે પુરૂષ આત્મા અને મનને ગુણેની વૃત્તિઓને દરેક પદે વિવેચન કરવા પૂર્વક જાણે છે, કુશળ અનુબંધે કરીને યુક્ત એ તે પુરૂષ બ્રહ્મપણને પામે છે. ૨૫.
ટીકાર્થ–જે વિવેકી પુરૂષ આત્મા અને મનના જ્ઞાનાદિક અને જડત્યાદિક ગુણેની વૃત્તિઓને દરેક પદે એટલે જીવના ગુણની વૃત્તિને જીવપદ પ્રત્યે અને મનના ગુણને વૃત્તિને મનપદ પ્રત્યે વિવેચન કરીને એટલે પૃથક પૃથક વિભાગ કરીને વિશેષપણે-જ્ઞાનને ઉપરવડે જાણે છે-નિશ્ચય કરે છે તે, કુશળતા જે મેક્ષ તેના અનુબંધ એટલે અન્વયે કરીને યુદ્ધ એ જ્ઞાની પુરૂષ બ્રહ્મપણને-ક્ષને પામે છે. ૨૫
ब्रह्मस्थो ब्रह्मज्ञो ब्रह्म प्रामोति तत्र किं चित्रम् । ब्रह्मविदां वचसाऽपि ब्रह्मविलासाननुभवामः ॥ २६ ॥
ભૂલાઈ–બ્રહ્મમાં રહેલે બ્રહ્મજ્ઞાની બ્રહ્મને પામે, તેમાં શું આશ્ચર્ય? પરંતુ બ્રહ્મજ્ઞાનીના વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને અનુભવીએ છીએ. ૨૬.
ટીકાર્યું–જે બ્રહ્મ એટલે પરમાત્માને વિષે જ્ઞાનના ઉપયોગ વડે રહેલે છે, તથા જે બ્રહ્મને એટલે નિર્વિકાર શુદ્ધ ચૈતન્યને જાણે છે તે, બ્રહ્મ એટલે શુદ્ધ ચૈતન્યને પામે તેમાં શું આશ્ચર્ય? કાંઈ જ નહીં. પરંતુ બ્રહ્મ એટલે શુદ્ધ ચૈતન્યને જાણનાર-બ્રહ્મજ્ઞાનીઓના વચનથી–ઉપદેશથી પણ બ્રહ્મના વિલાસને એટલે ચિદાનંદના ઉલ્લાસને અમે અનુભવીએ છીએ. અમે અમારી બુદ્ધિવડે તેને સાક્ષાત જાણું શકીએ છીએ. ૨૬
ब्रह्माध्ययनेषु मतं ब्रह्माष्टादशसहस्रपदभावैः। येनाप्ठं तत्पूर्ण योगी स ब्रह्मणः परमः ॥ २७ ॥
Aho ! Shrutgyanam