________________
પ્રબંધ.]. અનુભવાધિકાર,
૪૪૫ મલાર્થ–બ્રહ્માધ્યયનમાં અઢાર હજાર પદના ભાવે વડે જે બ્રહ્મ કહેલું છે, તેને જે ગીએ સંપૂર્ણ પ્રાપ્ત કર્યું છે, તે ગી બ્રહ્મથી પર એટલે પ્રકૃષ્ટ છે. ર૭.
ટીકાર્ચે–અઢાર હજાર વાકવડે કહેલા ભાવડે એટલે આ ચારના પ્રકારેવડે બ્રહ્માધ્યયનમાં એટલે શ્રીમાન આચારાંગના આઠ અધ્યયનમાં જે બ્રહ્મને સવિસ્તર કહેલું છે, તે આચારરૂપ બ્રહ્મને જે યોગીએ પરિપૂર્ણ પ્રાપ્ત કરેલું છે, તે ગી–મુમુક્ષુ બ્રહ્મથી એટલે વેદને ધારણ કરનારા બ્રહ્માથી પણ પર-પ્રકૃષ્ટ છે. ર૭.
ध्येयोऽयं सेव्योऽयं कार्या भक्तिश्च कृतधियास्यैव ।
अस्मिन् गुरुत्वबुद्ध्या सुतरः संसारसिन्धुरपि ॥ २८ ॥
મૂલાર્થ–પંડિત પુરૂષે આ ધ્યાન કરવાલાયક છે, આ સેવવાલાયક છે, અને તેની જ ભક્તિ કરવાલાયક છે. તથા તેને વિષે ગુરૂબુદ્ધિ રાખવાથી સંસાર સાગર સુખે તરવાલાયક થાય છે. ૨૮.
ટીકાધે-વિદ્વાન પુરૂષે આ અઢાર હજાર બ્રહ્મભાવને જાણનાર મુનિ ધ્યાન કરવાલાયક છે, એ જ સેવવાલાયક છે, અને એ જ્ઞાનીની જ ભક્તિ કરવાલાયક છે. તથા આ જ્ઞાનીને વિષે જ ગુરૂબુદ્ધિ રાખવાથી એટલે કે “ આ જ મારા ગુરૂ છે” એમ માનવાથી સંસારરૂપી સમુદ્ર પણ સુખે કરીને તરવાલાયક થાય છે, તે પછી બીજું શું દુષ્કર છે ? ૨૮. આ પૂર્વે કહેલા આચારને ધારણ કરવામાં આ શાસ્ત્રકાર પિતાનું અસામર્થ્ય બતાવે છે –
अवलंब्येच्छायोगं पूर्णाचारासहिष्णवश्च वयम्। भक्त्या परममुनीनां तदीयपदवीमनुसरामः ॥ २९ ॥
મૂલાર્થ–પૂર્ણ આચારને પાળવામાં અસમર્થ એવા અમે ઈચ્છાયોગનું અવલંબન કરીને પ્રધાન મુનિએની ભક્તિવડે તેમના માર્ગને જ અનુસરીએ છીએ. ૨૯.
ટીકાથે–અમે એટલે યશોવિજય નામના મુનિ પૂર્વે કહેલા સમગ્ર આચારને એટલે મુમુક્ષુ જનની વ્યવહાર પ્રવૃત્તિને પાળવામાં અસમર્થ છીએ. “ ત્યારે તે કહેવા પ્રયાસ શા માટે કરે છે ?” એમ કેઈ પ્રશ્ન કરે, તેને કહે છે કે–ઈચ્છાગને એટલે તે આચારને કહેવામાં, સાંભળવામાં અને ઉપદેશ આપવામાં પ્રીતિના વિષયની પ્રાપ્તિરૂપ ઈચ્છાગ એટલે મેક્ષાદિક હિતપ્રાપ્તિના ઉપાયને આશ્રય
Aho ! Shrutgyanam