________________
४४३
પ્રબંધ.]
અનુભવાધિકાર. . છે એટલે પૃથક થયેલ છે તે પરમાત્મા–પરબ્રહ્મ કહેવાય છે, એમ આત્માના ભેદને જાણનારા તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે. ૨૧. '
विषयकषायावेशस्तत्त्वाश्रद्धा गुणेषु च द्वेषः।
आत्माज्ञानं च यदा बाह्यात्मा स्यात्तदा व्यक्तः ॥ २२ ॥
મૂલાળે–જ્યારે વિષયે અને કષાયોને આવેશ થાય છે, તત્વને વિષે અશ્રદ્ધા થાય છે, ગુણપર દ્વેષ થાય છે અને આત્માનું અજ્ઞાતપણું હોય છે, ત્યારે બાહાત્મા સ્પષ્ટ થાય છે. ર૨.
ટીકાર્થ-જ્યારે એટલે જે અવસ્થાને સમયે જીવને શબ્દાદિક વિષયે અને ક્રોધાદિક કષાયને અર્થાત તેમના ઉદયથી ઉત્પન્ન થયેલ આવેશ થાય છે એટલે વિષયકષાયની અત્યંત વ્યાપ્તિ થાય છે, વીતરાગે કહેલા જીવાદિક તત્વને વિષે અશ્રદ્ધા–અનાસ્થા થાય છે, સમ્યકત્વદિક ગુણેને વિષે તથા તે ગુણવાળાને વિષે દ્વેષ-અપ્રીતિ થાય છે, તથા આત્મસ્વરૂપનું અજ્ઞાનપણું હોય છે, તે વખતે બાહ્યાભા ( બહિરાભા) સ્પષ્ટ થાય છે. ૨૨.
तत्त्वश्रद्धा ज्ञानं महाव्रतान्यप्रमादपरता च ।
मोहजयश्च यदा स्यात्तदान्तरात्मा भवेव्यक्तः ॥ २३ ॥ • મૂલાર્થ-જ્યારે તત્વ પર શ્રદ્ધા, આત્માનું જ્ઞાન, મહાવતે, અપ્રમાદીપણું તથા મહિને જય થાય છે, ત્યારે અંતરાત્મા સ્પષ્ટ થાય છે. ૨૩. .
ટીકાથે—જે સમયે વીતરાગે કહેલા જીવાદિક તત્વને વિષે શ્રદ્ધાવિશ્વાસ થાય છે, આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે, પ્રાણાતિપાતવિરમણ વિગેરે મહાવતેને સ્વીકાર થાય છે, અપ્રમાદ એટલે કરવા
ગ્ય કાર્યને વિષે જ કર્તવ્ય બુદ્ધિ, અને તેને વિષે તત્પરપણું એટલે અત્યંત ઉઘમવંતપણું થાય છે, તથા મેહને જય એટલે મેહના ઉદયને પરાભવ થાય છે, ત્યારે તે સમયે અંતરાત્મા સ્પષ્ટ થાય છે. ૨૩,
ज्ञानं केवलसंज्ञं योगनिरोधः समग्रकर्महतिः। सिद्धिनिवासश्च यदा परमात्मा स्यात्तदा व्यक्तः ॥ २४ ॥
મૂલાર્થજ્યારે કેવળજ્ઞાન, પિગને નિરોધ, સમગ્ર કમને ક્ષય અને મેક્ષમાં નિવાસ થાય છે, ત્યારે પરમાત્મા સ્પષ્ટ થાય છે. ૨૪.
ટીકાર્યું–જે સમયે કેવળ નામનું જ્ઞાન એટલે સામાન્ય અને
Aho! Shrutgyanam