________________
જર અધ્યાત્મસાર ભાષાંતર.
સપ્તમટકાથ–મન એટલે ચિત્તની વૃત્તિ શાંત એટલે નિર્વિકાર થાય ત્યારે આત્માનું સહજ એટલે સ્વભાવસિદ્ધ અને શાંત એટલે વિભાવવિકાર રહિત તિ એટલે સને પ્રકાશ કરનારૂં ચિતન્ય પ્રકાશે છે, એટલે પિતાની મેળે જ તે પ્રગટ થાય છે તે સાથે અવિદ્યા એટલે અજ્ઞાન ભસ્મીભૂત થાય છે એટલે તે નિર્મળ નાશ પામે છે, અને મેહરૂપી અંધકાર સર્વથા વિલય-વિનાશ પામે છે. ૧૯.
ફરીને બાહ્ય આત્મા વિગેરે ભેદ કહેવાપૂર્વક ફળને પાંચ લેકે વડે બતાવે છે –
बाह्यात्मनोऽधिकारः शान्तहदामन्तरात्मनां न स्यात् । परमात्मानुध्येयः सन्निहितो ध्यानतो भवति ॥ २० ॥
મૂલાર્થ–શાંત હૃદયવાળા અંતરાત્માને બાહ્ય આત્માને અધિકાર હોતું નથી, અને થાન કરવા ગ્ય પરમાત્મા સ્થાનવડે તેને સમીપવત થાય છે. ૨૦.
ટીકાઈ–શાંત હૃદયવાળા એટલે ઉપશમ વૃત્તિથી યુક્ત મનવાળા અંતરાત્માને એટલે દેહાદિકના પ્રતિબંધ રહિત માત્ર સાક્ષીરૂપે જ રહેનારા આત્માને બાહ્યાત્માને એટલે આત્માથી ભિન્ન એવા દેહ, ઇદ્રિ વિગેરે પદાર્થોને આત્મબુદ્ધિથી ગ્રહણ કરનારને અધિકાર– વ્યાપાર પ્રાપ્ત થતું નથી. અહીં બહિરાત્મપણની નિવૃત્તિ થવી, એ પ્રથમ ફળ જાવું તથા અનુયેય એટલે સ્મરણને ઉપયોગ કરીને મનને વિષે આસકત એવા પરમાત્મા–શુદ્ધ બ્રહ્મ ચૈતન્ય મૂર્ત ધ્યાનથી એટલે નિરંતર એકાગ્ર ચિત્ત ચિંતન કરવાથી તેને સમીપવતી થાય છે, એ બીજું ફળ જાણવું. ૨૦.
कायादिर्बहिरात्मा तदधिष्ठातान्तरात्मतामेति । गतनिःशेषोपाधिः परमात्मा कीर्तितस्तज्ज्ञैः ॥ २१ ॥
મૂલાઈ–શરીરાદિક બાહાત્મા છે, તેમને અધિષ્ઠાતા અંતરાત્મપણાને પામે છે, તથા સમગ્ર ઉપાધિ રહિત એ આત્મા તે પરમાત્મા છે, એમ આત્મજ્ઞાનીઓએ કહ્યું છે. ૨૧.
ટીકા-શરીર વિગેરે એટલે આત્મપણે ગ્રહણ કરેલા દેહાદિક તે બહિરાત્મા છે, તેમને એટલે તે શરીરાદિકને જે અધિષ્ઠાતા એટલે કાર્ય અકાર્યને જેનારો માત્ર સાક્ષીભૂત તે અંતરાત્મપણને પામે છે, તથા જેની સમગ્ર ઉપાધિ-કમેથી ઉત્પન્ન થયેલી વિભાવ દશા નાશ પામી
Aho ! Shrutgyanam