________________
પ્રબંધ. ]
આગમસ્તુતિ અધિકાર.
व्यवहारं विनिश्चित्य ततः शुद्धनयाश्रितः । आत्मज्ञानरतो भूत्वा परमं साम्यमाश्रयेत् ॥ १९६ ॥ મૂલાથે—તેથી કરીને શુદ્ધ નયના આશ્રય કરનાર પુરૂષે (પ્રથમ) વ્યવહારના નિશ્ચય કરીને પછી આત્મજ્ઞાનને વિષે આસક્ત થઈ ઉત્કૃષ્ટ એવી સમતાના આશ્રય કરવા. ૧૯૬
૪૧
ટીકાથે—તેથી કરીને એ સિદ્ધ થયું કે—શુદ્ધ નયના આશ્રય કરનાર એટલે વાસ્તવિક વસ્તુસ્વરૂપને પ્રતિપાદન કરવામાં તત્પર એવા જે નય-વચનમાર્ગ તેને હૃદયમાં ધારણ કરીને તથા વ્યવહારના એટલે ક્રિયાની વિધિના નિશ્ચય કરીને એટલે વિશેષે કરીને તેની સેવામાં તત્પર થઇને ત્યારપછી આત્મજ્ઞાનમાં આસક્ત થઈ એટલે આત્મસ્વરૂપને જાણુવામાં પ્રસન્ન મનવાળા થઈ પ્રધાન એવા સમતાના સ્વભાવના આશ્રય કરવા. અહીં નિશ્ચય અને વ્યવહાર એ બન્ને નયાના પ્રધાનપણાના ઉપદેશ કરતાં આચાર્યે એવું જણાવ્યું કે એ નેત્રની જેમ ખન્ને નયપર પ્રીતિવાળા થયું. ૧૯૬૦
। इति आत्मविनिश्चयाधिकारः ।
પૂર્વે કહેલા સર્વે ભાવાથ્યથી વિશાળ એવા શ્રી જિનેશ્વરના આગમની સમુદ્રની ઉપમાવડે સ્તુતિ કરે છે.~~~~ उत्सर्पद्व्यवहारनिश्चयकथाकल्लोलकोलाहलत्रस्यहुर्नयवादिकच्छपकुलभ्भ्रश्यत्कुपक्षाचलम् । उद्यद्युक्तिनदीप्रवेशसुभगं स्याद्वादमर्यादया
युक्तं श्रीजिनशासनं जलनिधिं मुक्त्वा परं नाश्रये ॥ १९७॥ મૂલાથે-વ્યવહાર અને નિશ્ચયની કથારૂપી ઉછળતા તરંગાના કોલાહલથી ત્રાસ પામતા એકાંતવાદીરૂપી કાચબાઓના સમૂહવš જેમાં કુપક્ષરૂપી પર્વતા ત્રુટી જાય છે, જે વિસ્તારવાળી યુક્તિરૂપી નદીઓના પ્રવેશ કરવાવડે મનેાહર છે, તથા જે સ્યાદ્વાદરૂપી માઁદાથી યુક્ત છે, તે શ્રી જિનશાસનરૂપી સમુદ્રને છેડીને હું બીજા કાઈના આશ્રય કરતા નથી. ૧૯૭,
ટીકાથે—તે ડાલા પુરૂષ! સાંભળે. ઉછળતા એટલે કર્તવ્યના આધ અને સ્વરૂપે કરીને જગત પ્રસિદ્ધ એવા ક્રિયા અને જ્ઞાનરૂપ વ્યવહાર અને નિશ્ચય નયની કથા તદ્રુપ એટલે તે તે મતના કથન
Aho ! SIP tgyanam