________________
કરર અધ્યાત્મસાર ભાષાંતર.
[ષ8રૂપ તરંગસમૂહના કેલાહલથી-વિનિથી ત્રાસ પામતા એવા દુર્નયવાદીરૂપ એટલે એકાન્ત પક્ષને કહેનારા વાદી જનરૂપ કાચબાના સમૂહવડે જેમાં કુપક્ષરૂપ એટલે મતવિરોધરૂપ પર્વતે ત્રુટી જાય છે, તથા વિરૂદ્ધ અર્થ રહિત વિસ્તારવાળી યુક્તિઓ રૂપ–વિવિધ પ્રકારના નાના પ્રમાણુવડે અર્થને નિશ્ચય કરનારા પ્રકારરૂપ નદીએનો પ્રવેશ થવાથી જે મનહર છે, તથા જે સ્યાદ્વાદરૂપ એટલે નિત્ય, અનિત્ય વિગેરે અનેકાંત વાદરૂપ મર્યાદાવડે–ચારે કાંઠાવડે યુક્ત છે, તે શ્રી જિનશાસનરૂપ એટલે સત્યતાદિક સુંદરપણુવડે અને મહા પ્રભાવવાળી લક્ષ્મીવડે યુક્ત એવા જિનાગમરૂપ સમુદ્રને છેડીને બીજા કોઈનો હું આશ્રય કરતો નથી, એટલે ભજતે નથી. અહીં સમુદ્ર અને જિનાગમની સરખામણી પોતપોતાની બુદ્ધિથી કરી લેવી. અને તે જ પ્રમાણે સર્વત્ર જાણવું ૧૯૭. - જિનાગમ ઇસિત રૂપને આપનાર હોવાથી કલ્પવૃક્ષની ઉપમાવડે તેની સ્તુતિ કરે છે पूर्णः पुण्यनयप्रमाणरचनापुष्पैः सदास्थारसै
स्तत्त्वज्ञानफलः सदा विजयते स्याद्वादकल्पद्रुमः। एतस्मात्पतितैः प्रवादकुसुमैः षड्दर्शनारामभू
भूयः सौरभमुद्रमत्यभिमतैरध्यात्मवार्तालवैः ॥ १९८ ॥ મલાઈ–સમ્યક આસ્થારૂપી રસવાળાં પવિત્ર નો અને પ્રમણેની રચનારૂપ પુષ્પવડે પૂર્ણ અને તત્વજ્ઞાનરૂ૫ ફળવાળે સ્યાદ્વાદરૂપ કલ્પવૃક્ષ નિરંતર જયવંત વર્તે છે. તેના પરથી ખરી પડેલાં અભીષ્ટ અને અધ્યાત્મની વાર્તાના લેશવાળાં પ્રવાદરૂપ પુપિવડે પદર્શનરૂપ ઉપવનની પૃથ્વી અત્યંત સુગંધ આપે છે. ૧૯૮.
ટીકાર્થ–સારી આસ્થા-પ્રતિષ્ઠા અથવા શ્રદ્ધારૂપી રસવાળાં એટલે સુગંધવાળાં પવિત્ર નૈગમાદિક નયે અને પ્રત્યક્ષાદિક પ્રમાણેની રચનારૂપ પુપિવડે પૂર્ણ-વ્યાસ તથા તત્ત્વજ્ઞાનરૂપ એટલે વાસ્તવિક વસ્તુસ્વરૂપના જ્ઞાનરૂ૫ ફળવાળા અનેકાંતવાદરૂપ (જિનાગમરૂપ) કલ્પવૃક્ષ નિરંતર અત્યંત જયવંત વર્તે છે, તે કલ્પવૃક્ષ કે છે? તે કહે છે–આ સ્યાદ્વાદરૂપી કલ્પવૃક્ષ પરથી પડેલાં અને સર્વને રૂચિ કરનારા એટલે જિનેશ્વરે કહેલાં હોવાથી લેકબુતિવડે ગ્રહણ કરાયેલાં તથા અધ્યાત્મની કથાના લેશવાળાં પ્રકૃણ વસ્તુના વાદરૂપી પુપિવડે બૌદ્ધ, સાંખ્ય, કણાદ, ગૌતમ, જૈમિની અને બ્રહસ્પતિ એ છ દર્શને
Aho! Shrutgyanam