________________
૪૨૯ અધ્યાત્મસાર ભાષાંતર.
[ષણમૂલાઈ–જેમ દુર્બળ સુધાતુર માણસને ચકવતીનું ભજન હિતકારક નથી, તેમ અલ્પ બુદ્ધિવાળા માણસને આ આત્મતત્વ હિતકારક નથી. ૧૯૩.
ટીકાઈ–અલ્પ બુદ્ધિરૂપી ધનવાળા પુરૂષને આ પૂર્વે કહેલું તત્વ-વાસ્તવિક આત્મસ્વરૂપનું ચિંતવન હિતકારક-કલ્યાણકારી નથી, તેથી દેવા ગ્ય નથી. કારણ કે તે તેના અધિકારી નથી. અર્થાત તેઓ વાસ્તવિક આત્મતત્વને જાણી શકતા નથી. કોની જેમ? તે કહે છે.–જેમ સુધાથી પીડાયેલા છતાં નિર્બળ શરીરવાળા અલ્પ શક્તિવાળાને ચક્રવર્તીનું કલ્યાણભજન હિતકારક નથી તેમ. ૧૩.
ज्ञानांशदुर्विदग्धस्य तत्त्वमेतदनर्थकृत् । अशुद्धमंत्रपाठस्य फणिरत्नग्रहो यथा ॥ १९४ ॥
મૂલાઈ–જેમ અશુદ્ધ મંત્ર ભણનાર પુરૂષને શેષનાગનું પકડવું અનર્થકારી છે, તેમ જ્ઞાનના એક લેશથી દુર્વિદગ્ધ પુરૂષને આ તત્વ અનર્થકારી છે. ૧૯૪.
ટીકાથ–સાનના લેવિડે કરીને દુર્વિદગ્ધ એટલે જ્ઞાનના મદને ધારણ કરનાર અને પિતાના આત્માને પંડિત માનનાર પુરૂષને આ પૂર્વે કહેલું તત્ત્વ-રહસ્ય અનકૅકારી-વિનાશકારી થાય છે. કેની જેમ? તે કહે છે. જેમ અશુદ્ધ એટલે અવિધિ અને ઉચ્ચાર વિગેરેના દેષથી દૂષિત એવા મંત્રને એટલે સર્પને વશ કરનાર વર્ણસમૂહને પાઠ કરનાર મનુષ્યને સર્પમાં રત સમાન એવા શેષનાગનું ગ્રહણ કરવું-પકડવું તે અનર્થકારી થાય છે તેમ. ૧૮૪.
व्यवहाराविनिष्णातो यो ज्ञीप्सति विनिश्चयम् । कासारतरणाशक्तः स तितीर्षति सागरम् ॥ १९५ ॥
મૂલાઈ–વ્યવહારને વિષે (પણ) અનિપુણ એ જે પુરૂષ નિશ્ચયને જાણવાની ઈચ્છા કરે છે, તે પુરૂષ તળાવને તરવામાં અશક્ત છતાં સાગરને તરવાની ઈચ્છા કરે છે. ૧૯૫.
કાર્થ-જે અલ્પજ્ઞ વ્યવહાર દશામાં પણ અનિપુણ છતે વિનિશ્રયને જાણવાની એટલે વિવિધ નયને આશ્રિત એવા નિશ્ચયને જાણવાની ઈચ્છા કરે છે, તે પુરૂષ સરેવરના જળને તરવામાં અશક્ત-અસમર્થ છતાં મહાસમુદ્રને તરવાની ઈચછા કરે છે. ૧૯૫.
Aho ! Shrutgyanam