________________
પ્રબંધ.]
આત્મજ્ઞાનાધિકાર. મૂલાર્થ– આ પ્રમાણે વિચક્ષણ પુરૂષે નવ તથકી અન્વય અને વ્યતિરેકવડે કરીને આત્મતત્ત્વને નિશ્ચય કરો. ૧૮૦.
ટીકાર્થ–આ પ્રમાણે એટલે પૂર્વે કહેલી રીત પ્રમાણે જિનાગમને વિષે નિપુણ પુરૂષે જીવાદિક નેવે તોથકી એટલે ઉપચારથી રહિત એવા સત્ પદાર્થોથકી અન્વય-નવ તત્તની સાથે ઐક્યતા અને વ્યતિરેક એટલે તેની સાથે ભિન્નતા–તેણે કરીને આત્મતત્વને નિશ્ચય એટલે વાસ્તવિક જીવ સ્વરૂપને નિરધાર કરે. ૧૮૦.
इदं हि परमाध्यात्मममृतं ह्यद एव च ।। इदं हि परमं ज्ञानं योगोऽयं परमः स्मृतः ॥१९१ ॥
ભૂલાયેં–આ ઉત્કૃષ્ટ અધ્યાત્મ છે, આ જ અમૃત છે, આ જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે, અને આજ પરમ ગ કહે છે. ૧૮૧.
ટીકાર્ય–આ આત્મતત્વને નિશ્ચય તેજ સર્વોત્કૃષ્ટ અધ્યાત્મરૂપ છે, આત્મતત્વને નિશ્ચય અથવા પક્ષ જ્ઞાન તે એકજ અમૃત એટલે સકળ કર્મરૂપી રેગને હરણ કરનાર હોવાથી અમૃત સમાન છે, એ જ પ્રકૃષ્ટ જ્ઞાન છે; કારણ કે તે સર્વજ્ઞાપણાનું કારણ છે. તથા એ જ પરમ એટલે સર્વમાં પ્રધાન છે. એટલે મેક્ષને ઉપાય કહે છે. ૧૯. .
गुह्याद्गुह्यतरं तत्त्वमेतत्सूक्ष्मनयाश्रितम् । न देयं स्वल्पबुद्धीनां ते ह्येतस्य विडंबकाः ॥ १९२ ॥
મૂલાળે–આ ગુ0થી પણ ગુહ્ય એવું તત્ત્વ સૂક્ષ્મ નયને આશ્રિત છે. તેથી અલ્પ બુદ્ધિવાળાને આ તત્વ આપવા ગ્ય નથી. કારશું કે તેઓ આ તત્વની (રહસ્યની) વિડંબના કરનારા છે. ૧૯ર.
ટીકાર્યું–આ આત્મવિનિશ્ચય ગુuથી પણ અતિ ગુહ્ય (ગુપ્તરાખવા યોગ્ય) એવું રહસ્ય છે અને તે સૂક્ષ્મ-નિપુણ બુદ્ધિથી જાણવા ગ્ય જે નય તેના આધારવાળું છે. તેથી આ તત્વ અલ્પ બુદ્ધિવાળા પુરૂષોને આપવા યોગ્ય નથી. કારણ કે તે અલ્પ બુદ્ધિવાળાઓ આ સૂક્ષ્મ આત્મતત્ત્વના વિડંબક એટલે અલ્પપણુને લીધે તેને તિરસ્કાર કરનારા છે. ૧૯૨.
શંકા–તેવા અલ્પ બુદ્ધિવાળાને આ રહસ્ય આપવામાં શો દોષ પ્રાપ્ત થાય છે? તે શંકા પર કહે છે.–
जनानामल्पबुद्धीनां नैतत्तत्त्वं हितावहम् । निर्बलानां क्षुधार्तानां भोजनं चक्रिणो यथा ॥ १९३ ॥
Aho! Shrutgyanam