________________
( ૨૩ ). મૂલાર્થ–અપુનબંધકને પણ જે શમયુક્ત ક્રિયા દર્શનના–મતના ભેદે કરીને નાના પ્રકારની જોવામાં આવે છે, તે પણુ ધર્મમાં થતાં વિઘના ક્ષયને માટે થાય છે. ૩૯.
ટીકાર્ય–જે ફરીથી તીવ્ર અધ્યવસાયે કરીને પાપકર્મ ન બાંધે તે અપુનબંધક કહેવાય છે. આ સ્થળે અપુનરાનુબંધક શબ્દકરીને ચરમ પુગલપરાવર્તમાં રહેલો (જેને સંસાર એક પુદ્ગલપરાવર્તિ અવશેષ રહ્યો છે તે ) માગેનુ સારી સંભવે છે, પણ સમ્યગદષ્ટિ સંભવતો નથી. કેમકે આગળ જે અર્થ કહેવાનું છે, તે સમ્યગદષ્ટિને ઘટતું નથી, માટે માગનુસારી જાણો. તે ભાગનુસારીની જે શમવડે-આંતરવૃત્તિના દમનવડે યુક્ત અથવા અન્વય અને વ્યતિરેકના જેવાથી યુક્ત એવી કિયા-કરણી સાંખ્ય, બૌદ્ધ અને કણુદાદિક મતના ભેદે કરીને-ક્રિયાવ્યવહારની ભિન્નતાએ કરીને અનેક પ્રકારે–પંચાગ્નિ વિગેરે નાના પ્રકારની અનેક ધર્માર્થીઓએ કરાતી જોવામાં આવે છે, તે ક્રિયા પણ મેક્ષને સાધવાવાળા પ્રાણુઓને સમ્યકત્વપ્રાપ્તિરૂપ ધર્મમાં વિન્ન કરનાર એવા કિલષ્ટ રાગાદિકને ક્ષય કરનાર થાય છે. માટે આ ક્રિયા પણું ભાવીઅધ્યાત્મનું કારણ થાય છે. ૩૯,
અહીં કઈ શંકા કરે કે–તેવી અશુદ્ધ ક્રિયા સર્વ ઉપદેશ કરેલી નહીં હોવાથી વ્યભિચારી (દૂષિત) છે, માટે તે ધર્મના વિધ્રને ક્ષયકરનારી કેમ થઈ શકે? તેને ઉત્તર આપે છે.– - શુક્રારિ હિ સુદ્ધાથા જયદેતુ નારાયના
तानं रसानुवेधेन स्वर्णत्वमधिगच्छति ॥ ४०॥
મૂલાર્થ—અશુદ્ધ ક્રિયા પણ સારા આશય (પરિણામ)થી શુદ્ધ ક્રિયાને હેત થાય છે. કેમકે ત્રાંબુ પારદાદિક રસના અનુવેધકારીને સુવર્ણ પણને પામે છે સુવર્ણ બની જાય છે. ૪૦.
ટીકાર્થ કે અશુદ્ધ-સર્વ કહેલી ન હોવાથી સાવદ્ય ( દેશવાળી ) છે તે પણ અપુનર્બલકે સ્વીકારેલી ક્રિયા મોક્ષના અભિલાષરૂપ સારા અધ્યવસાયથી–સારા પરિણુંમથી કરાયેલી હોય, તો તે સર્વરપ્રણીત શુદ્ધ ક્ષિાની પ્રાપ્તિનું કારણ થાય છે. તે પર દષ્ટાન્ત આપે છે કે-અશુદ્ધ એવું ત્રાંબું પણ સિદ્ધ પારદરસ વિગેરેના અનુવેધથી એટલે અંદર દાખલ થઈને ત્રાંબામાં રહેલા જળનું શોષણ કરવાથી સુવર્ણપણને પામે છે. તે જ પ્રમાણે સારા આશયરૂપ રસથી સિંચાયેલી અશુદ્ધ ક્રિયા પણું શુદ્ધ કિયાને હેતુ થાય છે. ૪૦.
Aho ! Shrutgyanam